મારી નિષ્ફળતા દરમ્યાન વન બીએચકેના ફ્લૅટમાં રહેવા તૈયાર હતી મારી વાઇફ : આર. માધવન

02 June, 2023 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવનનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તે ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત હતો

આર. માધવનની ફૅમેલી

આર. માધવનનું કહેવું છે કે તે જ્યારે કરીઅરમાં નિષ્ફળ થયો હતો ત્યારે તેની વાઇફ સવિતા વન બીએચકેના ફ્લૅટમાં રહેવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી. તેની સાઉથની ફિલ્મ હતી ‘સાલા ખડૂસ’. એ બનાવતી વખતે તેને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. એ સમયને યાદ કરતાં તેની વાઇફે તેને કેવી રીતે સપોર્ટ કર્યો હતો એ ​વિશે આર. માધવને કહ્યું કે ‘એ કપરા દિવસોમાં મારી વાઇફે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. તેણે મને કહ્યું કે જો આપણે ફરીથી વન બીએચકેના અપાર્ટમેન્ટમાં જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં રહેવા જવું પડે તો પણ કાંઈ વાંધો નથી. મારી વાઇફે અમારા દીકરાને જણાવ્યું કે આપણે આ વખતે હૉલિડે પર નહીં જઈ શકીએ કેમ કે તેને સ્ટડી કરવાનો છે. વાસ્તવિકતા તો એ છે કે મારી પાસે પૈસા નહોતા, કેમ કે મેં બધી જમા પૂંજી એ ફિલ્મમાં ઇન્વેસ્ટ કરી હતી.’

આર. માધવનનો વર્કિંગ બર્થ-ડે

આર. માધવનનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તે ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત હતો. તેને હાલમાં જ IIFAમાં ‘રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’ માટે બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. તે ચેન્નઈમાં તેની આગામી ફિલ્મ ‘ટેસ્ટ’નું શૂટિંગ કરી રહ્યો છે. એ ફિલ્મમાં તેની સાથે નયનતારા અને સિદ્ધાર્થ પણ જોવા મળશે. વર્કિંગ બર્થ-ડે વિશે આર. માધવને કહ્યું કે ‘બર્થ-ડે હંમેશાંથી સ્પેશ્યલ હોય છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ મારા માટે તો કામ પણ અગત્યનું છે. હું નસીબદાર છું કે મને જે વસ્તુ ગમે છે એ કરવા મળે છે. એ પોતે જ મોટી બર્થ-ડે ગિફ્ટ છે.’

entertainment news r. madhavan bollywood news bollywood gossips bollywood