ચિલ મત કરો, કામ કરો : સલમાન ખાન

19 April, 2023 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિસી કા ભાઈ કિસી કી જાન’ ૨૧ એપ્રિલે રિલીઝ થવાની છે

સલમાન ખાન

સલમાન ખાને લોકોને સલાહ આપી છે કે આરામ મત કરો, કામ કરો. આ વાત તેણે પોતાની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હોવાની માહિતી આપતાં કહી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી, ‘કામ કરવાથી સારું કાંઈ નથી. એથી ચિલ ન કરો, કામ કરો. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ૨૧ એપ્રિલે રિલીઝ થવાની છે. મહેનત નહીં કરો તો ફૅમિલીને ફૅમિલી ફિલ્મ કેવી રીતે દેખાડશો? ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.’

તેની આ વાત પર ‘બિગ બૉસ 16’માં જોવા મળેલા અબ્દુ રોઝિકે કમેન્ટ કરી કે ‘હું આ ફિલ્મ માટે આખું થિયેટર બુક કરવાનો છું. આ ફિલ્મ જોવા માટે મારી સાથે કોણ આવશે?’

entertainment news bollywood news bollywood gossips bollywood Salman Khan upcoming movie