જલંધર સાથે શું છે શાહરુખની `ડંકી`નું કનેક્શન, ઘરની છત પર બનાવી દીધું પ્લેન

20 December, 2023 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: સામાન્ય ધારણાઓથી જૂદું આ ઘર અને પ્લેન બન્ને પણ રિયલ છે, કમ્પ્યૂટર જનરેટેડ ઈમેજ નથી.

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ `ડંકી` માટે હાલ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ પૂરજોશમાં ગુરુવારે એટલે કે 19 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશનમાં મેકર્સે કોઈપણ કસર બાકી રાખી નથી. હવે એક નવી માહિતી સામે આવી છે, જેને જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત રહી જશો. આ ફિલ્મ પંજાબ પર બેઝ્ડ એક ઈમિગ્રેશન ડ્રામા ફિલ્મ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ જલંધરના ખૂબ જ ખાસ ઘરની સ્ટોરી દ્વારા પ્રેરિત છે, જેની છત પર પ્લેન જોવા મળી રહ્યું છે અને આ એ વાતનો પુરાવો આપે છે કે ઘરનો કોઈક સભ્ય હવે વિદેશમાં શિફ્ટ થઈ ગયો છે. સામાન્ય ધારણાઓથી જૂદું આ ઘર અને પ્લેન બન્ને પણ રિયલ છે, કમ્પ્યૂટર જનરેટેડ ઈમેજ નથી.

આ ઘર વિશે બધું જાણવા માટે ફિલ્મ `ડંકી`ના ડિરેક્ટર રાજકુમાર હિરાણી પોતે ત્યાં પહોંચ્યા અને જોયું કે ઘરની ઉપર બનાવેલું એરોપ્લેન પાણીની ટાંકી નથી પરંતુ તેની અંદર બે બેડરૂમ છે. દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ આ ફિલ્મની રસપ્રદ વાર્તા શૅર કરી અને જણાવ્યું કે કેવી રીતે જલંધરના આ ઘરે `ડંકી`ની વાર્તા માટે તેમના મગજમાં ઇમિગ્રેશનના બીજ વાવ્યા.

`ઘર અને વિમાન બંને છે રિયલ, ન કે કમ્પ્યુટરાઇઝ્ડ ઇમેજ`
Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: `ડંકી ડાયરીઝ`ના એક વીડિયોમાં શાહરૂખ ખાને એક ઘરની આકર્ષક તસવીર બતાવી છે, જેમાં તેની છત પર સિમેન્ટનું બનેલું વિમાન દેખાય છે. હિરાણીએ કહ્યું કે આ ઘર અને પ્લેન બંને વાસ્તવિક છે, કોમ્પ્યુટરાઈઝ્ડ નથી. પંજાબના જલંધર પાસે ઘરની ઉપર બનાવેલું વિમાન એ ગૌરવનું પ્રતીક છે કે અમારા પરિવારનો એક સભ્ય વિદેશમાં સ્થાયી થયો છે.

આ ઘર છે પંજાબની સંસ્કૃતિનો એક ભાગ
Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: રાજકુમાર હિરાણીએ જણાવ્યું કે, "આ તસવીર ત્યારે લેવામાં આવી હતી જ્યારે અમે ફિલ્મ ડંકી બનાવવાનો નિર્ણય લીધો હતો અને આ વિશે વધુ જાણવા માટે અમે તે ઘરનો પ્રવાસ કર્યો હતો." આ ઘરને જોયા બાદ ડિરેક્ટરને ખબર પડી કે આ પંજાબની સંસ્કૃતિનો એક ભાગ છે. વાતચીતમાં સામેલ થતા શાહરુખે કહ્યું કે તેમણે પણ શૂટિંગ દરમિયાન ઘરો પર એવા કન્સ્ટ્રક્શન જોયા છે પંજાબમાં. જો કે, તેમણે વિચાર્યું હતું કે આ ઘરની ઉપર પાણીની ટાંકી બનાવવા માટેની કોઈક નવી રીત હશે.

પંજાબ સાથે છે આ ફિલ્મનું વધુ એક કનેક્શન
Connection Between a House in Jalandhar and Shah Rukh Khan: `ડંકી` 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જેમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ, અનિલ ગ્રોવર અને બોમન ઈરાની જેવા ઘણા મહાન કલાકારો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ડ્રામા સાથે કૉમેડીથી ભરપૂર છે. આ ફિલ્મનું પંજાબ સાથે બીજું કનેક્શન છે કે, આમાં એક પંજાબી ગીત `બંદા` છે, જે સૌથી વધુ પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ગાયું છે.

Shah Rukh Khan rajkumar hirani jalandhar punjab taapsee pannu bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news