14 October, 2024 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`દો પત્તી’નું પોસ્ટર (તસવીર: સોશિયલ મીડિયા)
બૉલિવૂડની અભિનેત્રીઓ માટે 2024 વર્ષ ખૂબ જ ખૂબ જ યાદગાર રહ્યું છે કારણ કે સ્ત્રી 2, ક્રૂ અને લાપતા લેડિઝ જેવી ફિલ્મોએ લોકો વચ્ચે પ્રસિદ્ધિ મેળવવાની સાથે સાથે બૉક્સ ઑફિસ કલેક્શનમાં (Do Patti Trailer Release) પણ કમાલ કરીને બતાવી છે. તેમ જ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ લાપતા લેડિઝને તો ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ્સ માટે મોકલવામાં આવી છે. આ વર્ષના અંતમાં પણ ફિલ્મોમાં અભિનેત્રીઓની બોલબાલા રહેવાની છે એવું લાગે છે. કારણ કે હાલમાં જ `દો પત્તી` ફિલ્મનું ટ્રેલર રિલીઝ રિલીઝ કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં 90 અને 2000ના ના દાયકાની અભિનેત્રી કાજોલ લીડ રોલમાં જોવા મળવાની છે તેમ જ ક્રિતી સેનન અને શાહિર શેખ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છે.
કાજોલ, ક્રિતી સેનન અને શાહિર શેખ સ્ટારર ફિલ્મ `દો પત્તી`નું (Do Patti Trailer Release) ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. અગાઉ પોસ્ટર અને ટીઝર રીલિઝ કરવામાં આવ્યું, જેણે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે એકસાઈટમેમેન્ટ વધારી દીધી હતી અને હવે તેનું ટ્રેલર જોયા બાદ ચાહકો વધુ ઉત્સુક બન્યા છે. શશાંક ચતુર્વેદી દ્વારા ડિરેક્ટ અને કનિકા ધિલ્લોન દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મ ભરપૂર ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી છે. ફિલ્મના ફક્ત 2:36 મિનિટના ટ્રેલર તમારો વિચાર સંપૂર્ણપણે બદલી નાખશે પણ પિક્ચર અભિ બાકી હૈ, મેરે દોસ્ત. ટ્રેલરની મુખ્ય ઝલક શાહીરના પાત્ર, ધ્રુવ સૂદની છે. આ ફિલ્મમાં કાજોલ, પોલીસની ભૂમિકા ભજવી રહી છે અને એક હત્યાના સંબંધમાં તે પૂછપરછ કરે છે. આ ફિલ્મમાં ક્રિતી સેનનનો ડબલ રોલમાં જોવા મળવાની છે, જેમાં શાહીર શેખ ચોક્કસપણે ફસાયો છે અને તેમાં કાજોલ પણ માથું મારતી જોવા મળી હતી.
ક્રિતી સેનને (Do Patti Trailer Release) આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અને તે તેમાં ઍક્ટિંગ પણ કરી રહી છે. ક્રિતીનો ડબલ રોલ સીતા-ગીતા જેવો જ છે. જ્યાં એક માસૂમ બાળકી છે અને બીજી માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના કારણે શાહિર શેખ જેલના સળિયા પાછળ જાય છે. ધ્રુવ તેમાંથી એક પર માનસિક અસ્થિરતાનો આરોપ મૂકે છે અને આ આરોપ વાર્તામાં રહસ્ય અને રોમાંચમાં વધારો કરે છે. `દો પત્તી` ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 25 ઓક્ટોબરે સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મ પર્વત અને ખીણોની વચ્ચે શૂટ કરવામાં આવી છે. જે ક્રાઈમ-થ્રિલર જોનરા પર આધારિત છે. તેમાં શાહીર અને ક્રિતીના કેટલાક સ્ટીમી સીન્સ પણ છે, જે જોવા રસપ્રદ રહેશે. ટ્રેલર લૉન્ચ વખતે કાજોલે કહ્યું કે તેણે પોલીસની ભૂમિકા ભજવતા પહેલા અજય દેવગન પાસેથી ટિપ્સ લીધી હતી. કારણ કે આ તેનો પહેલો કોપ રોલ છે.