17 January, 2024 06:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી સ્ટારર ફિલ્મ દો ઔર દો પ્યારનું પોસ્ટર (ઈન્સ્ટાગ્રામ સ્ક્રીનગ્રૅબ)
વિદ્યા બાલન (Vidya Balan) અને પ્રતીક ગાંધીના ચાહકો માટે સારા સમાચાર છે. અભિનેત્રીની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી અને ઈલિયાના ડિક્રૂઝ સાથે તે સ્ક્રીન શૅર કરતી જોવા મળશે. ફિલ્મનું નામ છે `દો ઔર દો પ્યાર`. આ આગામી ફિલ્મનો આજે ફર્સ્ટ લૂક જાહેર કરી દેવામાં આવ્યો છે અને સાથે જ આની રિલીઝ પરથી પણ પડદો ઉઠાડી દેવામાં આવ્યો છે. ફિલ્મ આ વર્ષે દર્શક વચ્ચે પહોંચશે.
વિદ્યા બાલન, પ્રતીક ગાંધી (Pratik Gandhi), ઈલિયાના અને સેંધિલ રામામૂર્તિ અભિનીત ફિલ્મ `દો ઔર દો પ્યાર`નો ફર્સ્ટ લુક સામે આવી ચૂક્યો છે. આજે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ જાહેર થઈ ગયો છે. આ ફિલ્મના નિર્માતા અપલોઝ એન્ટરટેઈન્મેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈન્મેન્ટ છે. મેકર્સે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આની સાથે જ લખ્યું છે, "આ હવામાનમાં પ્રેમ તમને આશ્ચર્યચકિત કરી દેશે, તમને ભ્રમિત કરી દે." આની સાથે જ કહેવામાં આવ્યું છે કે ફિલ્મ 29 માર્ચ 2024ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વિદ્યા બાલન અને ઈલિયાના ડિક્રૂઝે (Illeana D`Cruz) તાજેતરમાં પોતાના આગામી પ્રૉજેક્ટને લઈને ચાહકો સાથે એક પોસ્ટ શૅર કરી હતી. હાલ આ બન્ને હસીનાઓની આ પોસ્ટ પરથી પડદો ઉઠી ગયો છે. ફિલ્મ `દો ઔર દો પ્યાર`ના પોસ્ટર પર ચારેય સિતારાઓ જોવા મળી રહ્યા છે. ફિલ્મની જાહેરાત સાથે જ દર્શકો વચ્ચે આનંદનો માહોલ છે. બધા કોમેન્ટબૉક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.
પોસ્ટરમાં જોઈ શકાય છે કે વિદ્યા બાલન સેંધિલના પ્રેમમાં જોવા મળશે જ્યારે ઈલિયાના એક્ટર પ્રતીક ગાંધીના પ્રેમમાં જોવા મળશે. ફિલ્મ દો ઔર દો પ્યાર ફિલ્મ નિર્માતા શ્રીશા ગુહા ઠાકુર્તા દ્વારા નિર્દેશિત છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીઝ થયેલી વિદેશી ફિલ્મ ધ લવર્સની વાર્તા પર આધારિત છે, જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરવામાં આવી છે.
વિદ્યા બાલનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગયા વર્ષે અભિનેત્રી ફિલ્મ `નિયત`માં જોવા મળી હતી. આ ફિલ્મ 7 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી ચાર વર્ષ પછી થિયેટર પર પાછી ફરી.
નોંધનીય છે કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી વિદ્યા બાલન માને છે કે, આજની દુનિયામાં મહિલાઓ સમય કરતાં ઘણી આગળ છે. તાજેતરમાં ફિલ્મ ફેસ્ટિવલમાં બોલતા, બાલને ભારતીય સિનેમામાં મહિલાઓના ચિત્રણના વિષય પર સંબોધન કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે, “આપણે બધાએ આપણા સમાજમાં સ્ત્રીઓ વિશેની સ્ટીરિયોટાઇપ્સને દૂર કરવાની જરૂર છે. આજની દુનિયામાં મહિલાઓ સમય કરતાં ઘણી આગળ છે. ભૂતકાળમાં ભારતીય ફિલ્મોમાં મહિલા કલાકારો દ્વારા ભજવવામાં આવેલા તમામ અપવાદરૂપ પાત્રો અને વધુ કામ કરવાની તેમની ઇચ્છાએ અમને એવા તબક્કે પહોંચવા માટે દબાણ કર્યું કે, જ્યાં આપણે હવે ફિલ્મોમાં સ્ત્રી-લક્ષી વાર્તાઓ કહીએ છીએ.”
તેમણે ઉમેર્યું કે, “બિનપરંપરાગત ભૂમિકાઓ અને તે પાત્રો ભજવતી વખતે તમે પોતે જ હોવ તે નિર્ણાયક છે. મને દરેક ફિલ્મ માટે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો વિચાર ગમે છે અને તે માટે ઘણી મહેનત કરવી પડે છે, જે મારા માટે મુક્તિ આપનારી છે.”