બે દાયકા પહેલાં ઍક્ટ્રેસ માટે ફિલ્મના સેટ પર ટૉઇલેટની સુવિધા પણ નહોતી : દિયા મિર્ઝા

04 December, 2023 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિયા મિર્ઝાએ જ્યારે કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે ફિલ્મના સેટ પર મહિલાઓ માટે ટૉઇલેટ જેવી સામાન્ય સગવડ પણ નહોતી. સેટ પર ​મહિલાઓને ખૂબ તકલીફ પડતી હતી. ૨૦૦૧માં આવેલી ‘રહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મથી દિયાએ કરીઅરની શરૂઆત કરી હતી.

દિયા મિર્જા

દિયા મિર્ઝાએ જ્યારે કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે ફિલ્મના સેટ પર મહિલાઓ માટે ટૉઇલેટ જેવી સામાન્ય સગવડ પણ નહોતી. સેટ પર ​મહિલાઓને ખૂબ તકલીફ પડતી હતી. ૨૦૦૧માં આવેલી ‘રહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મથી દિયાએ કરીઅરની શરૂઆત કરી હતી. એ સમયને યાદ કરતાં દિયાએ કહ્યું કે ‘ફિલ્મના સેટ પર ખૂબ ઓછી સંખ્યામાં મહિલાઓ કામ કરતી હતી. દરેક ઠેકાણે સમસ્યા હતી. અમારી સાથે અલગ વર્તન કરવામાં આવતું હતું. અમારી વૅનિટી વૅન પણ નાની હતી. અમે જ્યારે ગીતના શૂટિંગ માટે જતાં ત્યારે ટૉઇલેટનો અભાવ હતો. અમારે ઝાડની પાછળ કે ખડકની પાછળ જવું પડતું હતું. અમને કપડાં બદલાવવાની પણ જગ્યા નહોતી મળતી. અમને પ્રાઇવસી કે મૂળભૂત સગવડ પણ નહોતી મળતી. સાથે જ જો અમારો મેલ કો-સ્ટાર સેટ પર મોડો આવે તો તેને એક પણ શબ્દ નહોતો કહેવાતો, પણ મહિલાઓ તરફથી મોડું થાય તો તેમને તરત અનપ્રોફેશનલ કહેવામાં આવતી.’

dia mirza bollywood news entertainment news