Diwali 2023: મનીષ મલ્હોત્રાએ આપી ભવ્ય દિવાળી પાર્ટી, સલમાન-એશ્વર્યા સહિતના સેલેબ્સ બન્યાં મહેમાન

06 November, 2023 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Diwali 2023: મનીષ મલ્હોત્રાએ સ્ટાર-સ્ટડેડ દિવાળી પાર્ટી (Manish Malhotra`s Grand Diwali Celebration)નું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સેલેબ્સ (તસવીર સૌજન્ય : પલ્લવ પાલિવાલ)

Diwali 2023: દિવાળીનો તહેવાર ખૂબ જ નજીક છે ત્યારે બોલિવૂડ સ્ટાર્સ આ ઉત્સવને ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યાં છે. ગઈ કાલે જ મનીષ મલ્હોત્રાએ સ્ટાર-સ્ટડેડ દિવાળી પાર્ટી (Manish Malhotra`s Grand Diwali Celebration)નું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન, રેખા, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાથી લઈને સલમાન ખાન સુધીના  બોલિવૂડના સ્ટાર્સે આ ભવ્ય ઉજવણીમાં હાજરી આપી હતી.

પ્રકાશનો પર્વ (Diwali 2023) નજીકમાં છે ત્યારે દરેક જગ્યાએ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે પ્રખ્યાત સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ મુંબઈમાં દિવાળી પાર્ટીનું ભવ્ય આયોજન (Manish Malhotra`s Grand Diwali Celebration) કર્યું હતું. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. રેખા, સોનમ કપૂર, તમન્ના ભાટિયા, કૃતિ સેનન, સુહાના ખાન સહિતના તમામ સ્ટાર્સે આ પ્રસંગે હાજરી આપી હતી.

મનીષ મલ્હોત્રાએ આ પાર્ટી (Manish Malhotra`s Grand Diwali Celebration) હોસ્ટ કરી હતી. ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પોતે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. નોરા ફતેહી શાઈનિંગ ગ્રે કલરના ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી હતી. જ્યારે અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) સાડીમાં જોવા મળી હતી. સોનમની ગોલ્ડન કલરની સાડી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

અભિનેત્રી શમિતા શેટ્ટીએ પણ પોતાના લૂકથી પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. મનીષની પાર્ટીમાં તે બ્લેક કલરની સાડી પહેરેલી જોવા મળી હતી. શમિતા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના સિવાય તમન્ના ભાટિયા પણ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સાડી પહેરીને આવી હતી. તમન્ના બાલા સિલ્વર, પિંક અને પર્પલ કલરની ચમકદાર સાડીમાં સુંદર લાગી રહી હતી. તેમના સિવાય ઝોયા અખ્તર પણ ખૂબ જ સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી.

આ પાર્ટીમાં અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પણ હાજરી આપી હતી. લાલ રંગની સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે સિવાય પૂજા હેગડે અને ફાતિમા સના શેખે પણ લાલ સાડી પહેરી હતી. પૂજાએ પોતાની ક્યુટનેસથી બધાના દિલ જીતી લીધા હતા.

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર પણ ભવ્ય પાર્ટી (Manish Malhotra`s Grand Diwali Celebration)માં પહોંચ્યા હતાં. અનન્યાએ ઓલિવ લીલા રંગનો લહેંગા સેટ પહેર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. બીજી બાજુ આદિત્ય મેચિંગ પાયજામા સાથે બ્લેક કુર્તામાં  જોવા મળ્યો હતો, તેના આ લુકને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.

ઉપરોક્ત ઉલ્લેખિત લોકો ઉપરાંત દિગ્દર્શક કરણ જોહર, સોનમ કપૂર, ક્યૂટ કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂત, સની કૌશલ, ગૌરી ખાન, ફરાહ ખાન અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ પણ મનીષ મલ્હોત્રાની ભવ્ય દિવાળી પાર્ટીમાં જોડાયા હતાં. ડિઝાઇનર મનીષ મલ્હોત્રા કે જેમણે વર્ષની પ્રથમ ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું તેણે મેચિંગ પેન્ટ સાથે કાળા નેહરુ જેકેટમાં પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

diwali manish malhotra sidharth malhotra Salman Khan kiara advani aishwarya rai bachchan sara ali khan bollywood news bollywood gossips bollywood entertainment news