21 February, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવ્યા અગરવાલ, અપૂર્વ પડગાંવકર
દિવ્યા અગરવાલે ગઈ કાલે લગ્ન કરી લીધાં હતાં. તેની મેંદી સેરેમનીમાં તે ટ્રેડિશનલ પંજાબી લુકમાં જોવા મળી હતી. તેણે તેના બૉયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે ગઈ કાલે લગ્ન કર્યાં હતાં. અપૂર્વ એક રેસ્ટોરાંની ચેઇન ચલાવે છે. તેણે તેના ઘરે એક ગ્રૅન્ડ કૉકટેલ નાઇટનું પણ આયોજન કર્યું હતું. તેની મેંદી સેરેમનીમાં તે મિનિમલ મેકઅપમાં અને પંજાબી આઉટફિટમાં જોવા મળી હતી. તેણે યલો લૉન્ગ કુરતા અને રેડ શરારા અને મલ્ટિ કલર દુપટ્ટો પહેર્યાં હતાં. લગ્નના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.