દિશાને આવી સુશાંતની યાદ

02 October, 2023 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આ ફિલ્મ બની હતી. એમાં સુશાંતે ધોનીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે દિશા પાટણી, અનુપમ ખેર અને કિયારા અડવાણી પણ જોવા મળ્યાં હતાં.

દિશા પટણીએ શૅર કર્યો સુશાંત સાથેનો ફોટો

દિશા પાટણીને સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી ગઈ છે. એનું કારણ છે તેમની ફિલ્મ ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ને સાત વર્ષ પૂરાં થયાં છે. ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આ ફિલ્મ બની હતી. એમાં સુશાંતે ધોનીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે દિશા પાટણી, અનુપમ ખેર અને કિયારા અડવાણી પણ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મને નીરજ પાન્ડેએ ડિરેક્ટ કરી હતી. દિશાએ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતનું અવસાન થયું હતું. આજે પણ તે લોકોને અને તેના ફૅન્સને ખૂબ યાદ આવે છે. એથી ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ના એક સીનનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દિશાએ કૅપ્શન આપી હતી, ‘આ સુંદર જર્ની માટે અને મારી આ પહેલી હિન્દી ફિલ્મ માટે આભારી છું. દિલથી પ્રેમ કરો. જે લોકો તમને ખુશ રાખે છે તેમને સલામત રાખો. સાંભળ્યું છે કે પસ્તાવા માટે આ જીવન ખૂબ નાનું છે. તમને અલવિદા ન કહી શક્યા, પરંતુ મને આશા છે કે તમે ખુશ હશો અને શાંતિમાં હશો.’

Disha Patani sushant singh rajput ms dhoni: the untold story bollywood news bollywood gossips bollywood entertainment news