03 May, 2023 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિવેક અગ્નિહોત્રી
અદા શર્મા (Adah Sharma) સ્ટારર આગામી ફિલ્મ `ધ કેરાલા સ્ટોરી` (The Kerala Story)ને લઈને શરૂ થયેલો વિવાદ હવે અટકવાનું નામ નથી લઈ રહ્યો. જ્યાં ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં સતત અરજીઓ થઈ રહી છે, ત્યાં સોશિયલ મીડિયા પર રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા લોકો એકબીજા સાથે લડતા જોવા મળે છે. તાજેતરમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે ફિલ્મ નિર્માતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે જ સમયે, `ધ કાશ્મીર ફાઇલ્સ`ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ `ધ કેરલા સ્ટોરી` (Vivek Aganihotri On The Kerala Story Film)નું સમર્થન કરતા શશિ થરૂર (Shashi Tharoor)ને જડબાતોડ જવાબ આપ્યો છે.
શશિ થરૂરે `ધ કેરલા સ્ટોરી` વિશે ટ્વીટ કરીને હંગામો મચાવ્યો હતો. તેણે ફિલ્મની વાર્તાને ખોટી ગણાવીને તેની સામે અનેક આરોપો લગાવ્યા હતા. હવે શશિ થરૂરને જવાબ આપવા માટે `ધ કાશ્મીર ફાઇલ્સ`ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી આગળ આવ્યા છે. વિવેકે શશિની પોસ્ટ પર કહ્યું કે કોઈપણ ફિલ્મ જોતા પહેલા ખરાબ કહેવું યોગ્ય નથી.
આ પણ વાંચો: જે પણ `ધ કેરલા સ્ટોરી`ની વાર્તાને સાચી સાબિત કરી આપશે તેને મળશે 1 કરોડનું ઈનામ
જાણો વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું
શશિ થરૂરના ટ્વીટનો જવાબ આપતાં વિવેક અગ્નિહોત્રીએ સ્પષ્ટ શબ્દોમાં. નિર્દેશખ વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, "જો તમે કોઈ ફિલ્મ જોયા વિના હુમલો કરો છો, તો તમે ન તો પ્રામાણિક અને ન્યાયી વ્યક્તિ છો અને ન તો લોકશાહી અને મુક્ત બોલનાર વ્યક્તિ છો."
નોંધનીય છે કે `ધ કેરલા સ્ટોરી`ની સ્ટોરીને પડકારતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ફિલ્મની વાર્તાને સાચી સાબિત કરનાર વ્યક્તિને 1 કરોડ આપવાનું વચન આપવામાં આવી રહ્યું છે. પોસ્ટને રીટ્વીટ કરતા શશિ થરૂરે લખ્યું, "કેરળની 32 હજાર મહિલાઓના ઈસ્લામીકરણને યોગ્ય ઠેરવનારા તમામ લોકો માટે આ એક સારી તક છે - તે સાબિત કરો અને પૈસા કમાવો. શું કોઈ પડકાર લેશે અથવા ફક્ત એટલું જ છે કે કોઈ પુરાવા નથી કારણ કે આવું ક્યારેય બન્યું નથી. આ આપણા કેરળની વાર્તા નથી."