01 February, 2020 12:07 PM IST | Mumbai
અશ્વિની અય્યર તિવારી
અશ્વિની અય્યર તિવારીને કંગના રનોટની બાયોપિક બનાવવામાં રસ છે. અશ્વિનીએ ‘પંગા’ બનાવી છે. આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં છે. ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ૨૧.૩૬ કરોડનો બિઝનેસ કર્યો છે.
કંગનાને લઈને અશ્વિનીએ કહ્યું હતું કે ‘કંગના રનોટ જો મને પરવાનગી આપે તો તેની બાયોપિક બનાવવામાં મને કોઈ વાંધો નથી. જોકે મારું એમ માનવું છે કે તેને હજી ઘણુંબધું મેળવવાનું બાકી છે. તેનાં લગ્ન થઈ જવા દો પછી હું તેની બાયોપિક બનાવવા વિશે વિચારીશ. ‘થલાઇવી’માં કંગનાએ ઍક્ટિંગ કર્યા બાદ જ મને તેના પર બાયોપિક બનાવવાનો વિચાર આવ્યો હતો.
આ પણ વાંચો : અરે આ શું? રણવીર સિંહ દીપિકાને બદલે કોને કરી રહ્યો છે કિસ, જુઓ વીડિયો
તે એ વાતને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ઊઠી હતી કે તે પોતે તેની બાયોપિકને ડિરેક્ટ કરવા માગે છે. આમ છતાં જો મને તક મળી તો હું ચોક્કસ બાયોપિક બનાવીશ. સાથે એનું ટાઇટલ ‘કંગના વર્સસ કંગના’ રાખીશ. તે ખૂબ જ બિન્દાસ વ્યક્તિ છે અને સત્ય બોલવામાં ગભરાતી નથી.’