09 April, 2023 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિરેક્ટરે બનાવ્યા ઢોસા
ડિરેક્ટર અનુરાગ બાસુએ ફિલ્મના સેટ પર ઢોસા બનાવ્યા હતા. તેઓ હાલ ‘મેટ્રો ઇન દિનોં’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, સારા અલી ખાન, આદિત્ય રૉય કપૂર, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ, અલી ફઝલ, નીના ગુપ્તા અને કોંકણા સેન શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. અનુરાગ સેટ પર જે ઢોસા બનાવી રહ્યા છે એનો વિડિયો અનુપમ ખેરે શૅર કર્યો છે. એ વિડિયોમાં ઢોસા બનાવવાની રીત વિશે બન્ને ચર્ચા કરી રહ્યા છે. સેટ પર હાજર લોકોને અનુપમ ખેર શાંત રહેવા કહે છે. ઢોસા બનાવ્યા બાદ સૌ તાળી પાડીને તેમની પ્રશંસા કરે છે. એ વિડિયોમાં અનુરાગ બાસુને તેની દરેક ફિલ્મમાં કામ આપવાની વાત અનુપમ ખેર કરે છે. અનુરાગ બાસુ કહે છે કે તેના હાથે બનાવેલી રસોઈ તેમણે જમવી પડશે, અનુપમ ખેર હા પાડે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘આજ કી તાઝા ખબર : અનુરાગ બાસુએ ‘મેટ્રો ઇન દિનોં’ના સેટ પર અનુપમ ખેર માટે ઈંડા-ઢોસા બનાવ્યા. દેખિયે, સીખિયે, ખાઇયે ઔર મઝે લિજિયે. અનુપમ ખેરે ઈંડા-ઢોસા ખાઈને અનુરાગની ભરપેટ પ્રશંસા કરી. ફિલ્મમાં રોલ પણ સારો આપ્યો અને પ્લેટમાં ઢોસા પણ. જબરદસ્ત. હા...હા...હા... કુછ ભી હો સકતા હૈ. અનુરાગ બાસુ કી જય હો.’