11 November, 2022 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસંજ
દિલજિત દોસંજ સોલો ટ્રિપ પર નીકળ્યો છે, પરંતુ તે ક્યાં ગયો છે એની માહિતી નથી આપી. બરફથી છવાયેલા વિસ્તારમાં તે કડકડતી ઠંડીનો આનંદ લઈ રહ્યો છે. તે જાતે જ પોતાનું ફૂડ બનાવે છે અને બૅગ પૅક પણ કરે છે. સાથે જ ટેબલ પર બેસીને તે પોતાના ફૂડનો પણ આનંદ લે છે.
આ બધી ઍક્ટિવિટીઝનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિલજિતે કૅપ્શન આપી હતી, ‘માય કિન્ડા ડે. સોલો ટ્રિપ. કૅમેરામૅન દોસંજવાલા.’