10 July, 2024 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસંજ
દિલજિત દોસંજે તેના ફૅન્સને એક ખૂબ જ સિમ્પલ ટિપ આપી છે. આ ટિપ પોતાની ઑરાને સાફ કેવી રીતે કરવી એ વિશે છે. તેની પંજાબી ફિલ્મ ‘જટ ઍન્ડ જુલિયટ 3’ ૨૮ જૂને રિલીઝ થઈ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શૅર કરી છે. આ રીલમાં દિલજિત કહી રહ્યો છે કે ‘તમને ક્યારેય એવો અહેસાસ થયો છે કે તમે કોઈ કામ કરી રહ્યા હો અથવા તો કોઈને મળ્યા હો ત્યારે તમારી ઇચ્છા ન હોવા છતાં તમારી સાથે કેટલાક વિચારો ચાલી રહ્યા હોય? આ એવા વિચારો હોય છે જે આપણા પોતાના પણ નથી હોતા. તેમ જ એનો આપણી લાઇફમાં કોઈ અર્થ પણ નથી હોતો તો પણ આપણી સાથે હોય છે અને આપણને પરેશાન કરે છે. આ વિચારોથી દૂર થવું હોય તો પર્વતની મુલાકાત લેવી. જોકે સોશ્યલ મીડિયાના ચક્કરમાં જે નવો એક્સ્પીરિયન્સ કરવા આવ્યા હતા એ જ ન ભૂલી જાઓ એનું પણ ધ્યાન રાખવું. જો તમને પર્વત દૂર પડતો હોય તો પણ ટેન્શન લેવાનું કામ નથી. ‘જટ ઍન્ડ જુલિયટ 3’ જોઈ આવો. તમારી આંખ ખૂલી જશે.’