13 January, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝે ઍક્ટિવિસ્ટ જસવંત સિંહ ખાલરાની બાયોપિક દર્શાવતી તેની આગામી ફિલ્મ ‘પંજાબ ’95’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આ ફિલ્મમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ મેકર્સને ૮૦થી ૧૨૦ જેટલા કટ સૂચવ્યા હતા જેને કારણે વિવાદ થયો હતો. હવે આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થાય એવું આયોજન છે.
દિલજિત અભિનેતા-ગાયક તરીકે તેની વર્સેટિલિટી માટે જાણીતો છે. સોશ્યલ મીડિયામાં શૅર કરેલા ફિલ્મના પોસ્ટરમાં તે જમીન પર કુરતા અને પાઘડીવાળા લુકમાં બેઠો છે અને તેના લોહીલુહાણ અને ઉઝરડાવાળા ચહેરા પર ફિલ્મની ઇન્ટેન્સ સ્ટોરીની ઝલક દેખાય છે. દિલજિતનો આ લુક સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.