22 December, 2018 06:02 PM IST |
દિલજિત દોસંજ
દિલજિતે ‘ઉડતા પંજાબ’ સાથે બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં પહેલી વાર તેણે કરીના સાથે કામ કર્યું હતું. ‘ગુડ ન્યુઝ’માં અક્ષયકુમાર અને કરીના પતિ-પત્નીની ભૂમિકામાં છે તો દિલજિતની વાઇફનું પાત્ર કિઆરા અડવાણી ભજવી રહી છે.
આ ફિલ્મમાં કરીના સાથે કામ કરવા વિશે વધુ જણાવતાં દિલજિતે કહ્યું હતું કે ‘કરીના મૅમ એક અદ્ભુત વ્યક્તિ છે. હું તેમની સાથે બીજી વાર કામ કરી રહ્યો છું. બૉલીવુડમાં મારી પહેલી ફિલ્મ તેમની સાથે જ હતી. મને તેમના પ્રતિ ભરપૂર આદર અને સન્માન છે. તેમને કરીના હોવાનું કોઈ અભિમાન નથી. તે સેટ પર આવે છે, પ્રોફેશનલી પોતાનું કામ કરે છે અને સૌને સહકાર આપીને કામ કરે છે. તેમનામાં એક પ્રકારનો ઉત્સાહ છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.’