15 September, 2024 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝ
ભારતમાં દિલજિત દોસાંઝની કૉન્સર્ટની ટિકિટોના ભાવ વિવાદાસ્પદ બન્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે નૉર્થ અમેરિકામાં તેની કૉન્સર્ટની ટિકિટ રીસેલમાં ૪૬ લાખ રૂપિયા, ૫૪ લાખ રૂપિયામાં વેચાતી હતી. આ વાત તેની મૅનેજર સોનાલી સિંહે કહી છે અને કહ્યું છે કે આ ભાવે પણ ટિકિટ ખરીદનારા ચાહકો હતા. દિલજિતની નૉર્થ અમેરિકાની ટૂરમાંથી ૨૩૪ કરાડ રૂપિયા ઊપજ્યા હતા.
દિલજિતે આભાર માન્યો ભારતીય ચાહકોનો
દિલજિત દોસાંઝની ૧૦ શહેરોની ભારતીય ટૂરની અઢી લાખ ટિકિટો ચપોચપ વેચાઈ તો ગઈ છે, પણ તેની કૉન્સર્ટની મોંઘીદાટ ટિકિટોએ સોશ્યલ મીડિયા પર વિવાદ જગાવ્યો છે. જોકે આ વિવાદને ગણકાર્યા વગર દિલજિતે પોતાના ચાહકોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તેની કૉન્સર્ટ એક અદ્વિતીય અનુભવ હશે.