07 September, 2024 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસંજ
૧૯૯૭માં આવેલી જબરદસ્ત વૉર-ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ ‘બૉર્ડર 2’ ૨૭ વર્ષ પછી બની રહી છે ત્યારે લેટેસ્ટ સમાચાર એ છે કે ઍક્ટર અને સિંગર દિલજિત દોસંજ હવે આ ફિલ્મ સાથે જોડાયો છે. ‘બૉર્ડર 2’માં મુખ્ય ભૂમિકામાં સની દેઓલ છે અને આ મહિને વરુણ ધવનની આ ફિલ્મમાં એન્ટ્રી થઈ હતી.
‘બૉર્ડર’ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે રાજસ્થાનના લોન્ગેવાલામાં બન્ને દેશો વચ્ચે થયેલા બૅટલ પર આધારિત હતી, જ્યારે ‘બૉર્ડર 2’ ૧૯૯૯ના કારગિલ વૉર પર આધારિત હશે એવું કહેવાય છે. ‘બૉર્ડર’ના ડિરેક્ટર જે. પી. દત્તા હતા, પણ ‘બૉર્ડર 2’માં હવે તેઓ સહનિર્માતા છે અને ડિરેક્શનની જવાબદારી અનુરાગ સિંહ નામના દિગ્દર્શકના શિરે છે.
‘બૉર્ડર 2’ ૨૦૨૬ની ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થશે.