10 March, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
દિલજિત દોસંજ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ગયો હતો. ત્યાં તેણે સ્થાનિક લોકો સાથે તેમનો પારંપરિક ડાન્સ કર્યો હતો. દિલજિતની બે ફિલ્મો રિલીઝ થવાની છે. એક તો કરીના કપૂર ખાન સાથે ‘ક્રુ’ ૨૯ માર્ચે થિયેટરમાં અને પરિણીતી ચોપડા સાથે ‘અમર સિંહ ચમકિલા’ નેટફ્લિક્સ પર ૧૨ એપ્રિલે રિલીઝ થવાની છે. હિમાચલ પ્રદેશના લોકો સાથે ડાન્સ કરતો વિડિયો અને ફોટો દિલજિતે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. એ વિશે દિલજિતે કહ્યું કે ‘મેં આજે અલગ ડાન્સ પહાડી ઝુમર કર્યો હતો. મને એના લિરીક્સ નથી ખબર, પરંતુ મેં એના પર ડાન્સ કર્યો હતો.’