14 September, 2024 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝ, સૌમ્યા સાહની
લોકપ્રિય પંજાબી સિંગર દિલજિત દોસાંઝની ‘દિલ-લુમિનાટી’ નામની વર્લ્ડ ટૂરની ભારતમાં યોજાનારી કૉન્સર્ટ્સની ટિકિટો ચપોચપ વેચાઈ તો ગઈ, પણ આ ટિકિટોની ઊંચી કિંમત વિશે ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા મુંબઈસ્થિત કૉમેડિયન અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સૌમ્યા સાહનીએ શરૂ કરી છે. સૌમ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કરીને દિલજિત દોસાંઝની કૉન્સર્ટની મોંઘી ટિકિટ સામે સવાલ ઉઠાવ્યો છે.
દિલજિત દોસાંઝની ભારતની ટૂર ૨૬ ઑક્ટોબરે દિલ્હીથી શરૂ થશે અને ત્યાર બાદ તેની કૉન્સર્ટ હૈદરાબાદ, અમદાવાદ, લખનઉ, પુણે, કલકત્તા, બૅન્ગલોર, ઇન્દોર, ચંડીગઢ અને ગુવાહાટીમાં યોજાશે.
સૌમ્યા આ કૉન્સર્ટ્સની ટિકિટના ભાવ વિશે વિડિયોમાં કહે છે, ‘...એક ઇન્ડિયન આર્ટિસ્ટ કો કોઈ હક નહીં બનતા કિ વોહ ૨૦-૨૫ હઝાર રુપએ એક કૉન્સર્ટ કે ચાર્જ કરે... કારણ કે તમારા મુખ્ય ઑડિયન્સ પાસે પૈસા નથી, રોજગાર નથી... બહુ ઓછા આર્ટિસ્ટ છે જે આ દેશ માટે, એની ભાષામાં પર્ફોર્મ કરી શકે છે... પણ એક મિડલ-ક્લાસ માણસ તે આર્ટિસ્ટ સુધી પહોંચી નથી શકતો... એક આર્ટિસ્ટ જેની કૉન્સર્ટમાં બાળકો જઈ શકે છે, મિડલ-ક્લાસ ફૅમિલી જઈ શકે છે... વિદેશમાં તેઓ એટલા પૈસા બનાવે છે કે દેશ માટે તેમણે ઓછા ભાવ રાખવા જોઈએ.’