02 October, 2023 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂરનો એનિમલ લુક
રણબીર કપૂરે તેની આગામી ફિલ્મ ‘ઍનિમલ’ માટે પચાસ ટકા ફી ઘટાડી હોવાની શક્યતા છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ પણ લીડ રોલમાં છે. ફિલ્મને સંદીપ રેડ્ડી વંગાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ મોડું થવાને કારણે બજેટ વધી ગયું છે. એવામાં મેકર્સને થોડી રાહત પહોંચાડતાં રણબીરે ફિલ્મ માટે પોતાની અડધી ફી જતી કરી છે જેથી ફિલ્મના પ્રોડક્શનનું કામ વધુ સારી રીતે પાર પડે. આ ફિલ્મને ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી છે. રણબીર કપૂરની માર્કેટ વૅલ્યુ ૭૦ કરોડ છે. એવામાં ફિલ્મને કોઈ બાધા ન આવે એથી રણબીરે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ બની શકે છે કે રણબીર પ્રૉફિટમાં ભાગીદારી લે.