કંગના રનોટે ‘બિગ બૉસ ઓટીટી 2’ પર કટાક્ષ કર્યો?

05 July, 2023 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૉસ ઓટીટી 2ને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે.

કંગના રનોટ

કંગના રનોટે હાલમાં જ ‘બિગ બૉસ ઓટીટી 2’ પર કટાક્ષ કર્યો છે. આ શોને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે. કંગનાના પ્રોડક્શન હાઉસે ‘ટિકુ વેડ્સ શેરુ’ને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરે કામ કર્યું છે. આ ફિલ્મને રિવ્યુ ખૂબ જ ખરાબ મળ્યા છે, પરંતુ એમ છતાં કંગના એને સફળ ફિલ્મ કહી રહી છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર લખ્યું હતું કે ‘અમે બહુ જલદી એક કરોડ વ્યુઝને ક્રૉસ કરીશું. થિએટરમાં સો કરોડ લોકો ફિલ્મ જોવા આવ્યા હોય એને બરાબર આ આંકડો છે. એક ઘરમાં ટીવી પર ઘણા લોકો ફિલ્મ જોતા હોય છે. આથી આ એક અંદાજિત કમ્પૅરિઝન છે.’
કંગનાએ ટીવીનું નામ લીધું હોવાથી કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે તેણે સલમાન ખાનના શો વિશે કમેન્ટ કરી હતી. જોકે સાચી વાત તો એ છે કે તેની ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવામાં આવી હતી અને એથી જ તે તેની ફિલ્મના વ્યુઝની વાત કરી રહી હતી.

kangana ranaut bollywood news bollywood gossips bollywood entertainment news