07 December, 2025 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર 2, ટૉક્સિક
રણવીર સિંહની ‘ધુરંધર’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણવીર ભારતીય જાસૂસ તરીકે જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે ફિલ્મના પોસ્ટ-ક્રેડિટ સીનમાં મેકર્સે ‘ધુરંધર 2’ની પણ જાહેરાત કરી દીધી છે. રિપોર્ટ મુજબ ફિલ્મનો બીજો ભાગ લગભગ તૈયાર છે. આ કારણે દર્શકોને એને જોવા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નહીં પડે. જાહેરાત પ્રમાણે ‘ધુરંધર 2’ આવતા વર્ષે ૧૯ માર્ચે ઈદના સમયે રિલીઝ થશે. જોકે આ સમયે યશની ‘ટૉક્સિક’ અને અજય દેવગનની ‘ધમાલ 4’ પણ રિલીઝ થવાની છે.