ધરોહર કાશી કી

16 April, 2024 06:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇવેન્ટ પહેલાં રણવીર અને ક્રિતીએ કાશી વિશ્વનાથના મંદિરે જઈને દર્શન કર્યાં હતાં.

રણવીર સિંહ , મનીષ મલ્હોત્રા , કૃતિ સેનન

રણવીર સિંહ અને ક્રિતી સૅનને વારાણસીના નમો ઘાટ પર રૅમ્પ-વૉક કરીને પારંપરિક કળાનાં દર્શન કરાવ્યાં હતાં. ધરોહર કાશી કી કૅમ્પેન હેઠળ આ ફૅશન-શોનો ઉદ્દેશ વારાણસીની હસ્તકળા, સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વભરના લોકો સુધી પહોંચાડવાનો હતો. તેમણે સેલિબ્રિટી ફૅશન- ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા આઉટફિટ્સને રૅમ્પ પર દેખાડ્યા હતા.


બન્નેનો લુક ભારતીય કળાના રંગે રંગાઈ ગયો હતો. આ ઇવેન્ટ ઇન્ડિયન માઇનૉરિટીઝ ફાઉન્ડેશને યોજી હતી. આ ઇવેન્ટ પહેલાં રણવીર અને ક્રિતીએ કાશી વિશ્વનાથના મંદિરે જઈને દર્શન કર્યાં હતાં.

entertainment news bollywood buzz bollywood news bollywood ranveer singh kriti sanon manish malhotra Kashi varanasi