રાજ કપૂરને યાદ કરીને ઇમોશનલ થયા ધર્મેન્દ્ર

15 December, 2023 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૮૮ની બીજી જૂને તેમનું અવસાન થયું હતું. પોતાની કરીઅર દરમ્યાન તેમણે યાદગાર ફિલ્મો આપી છે.

રાજ કપૂર , ધર્મેન્દ્ર

રાજ કપૂરની ૯૯મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે તેમને ધર્મેન્દ્રએ યાદ કર્યા છે. તેમનો ફોટો ધર્મેન્દ્રએ શૅર કર્યો છે. એ ફોટો કોઈ ઇવેન્ટનો છે અને બન્ને એકબીજાનો હાથ પકડીને બેઠા છે. રાજ કપૂર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શોમૅન તરીકે ઓળખાતા હતા. રશિયામાં તેમનું ફૅન-ફૉલોઇંગ સૌથી વધુ હતું. ૧૯૮૮ની બીજી જૂને તેમનું અવસાન થયું હતું. પોતાની કરીઅર દરમ્યાન તેમણે યાદગાર ફિલ્મો આપી છે. રાજ કપૂર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ધર્મેન્દ્રએ કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ-ડે રાજ સાહબ. તમારી ખૂબ યાદ આવે છે. તમને ભરપૂર પ્રેમ અને સન્માન સાથે હંમેશાં યાદ કરવામાં આવશે.’

entertainment news bollywood news raj kapoor dharmendra bollywood