13 May, 2024 06:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્રની તસવીર
ધર્મેન્દ્રએ લોકોને ચીટિંગ ન કરવાની સલાહ આપી છે. ૮૮ વર્ષના ધર્મેન્દ્ર સોશ્યલ મીડિયામાં પોતાની પર્સનલ લાઇફની ઝલક દેખાડે છે. તાજેતરમાં જ તેમણે હેમા માલિની સાથે ૪૪મી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. હવે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે જે પોસ્ટ કરી છે એને વાંચીને તેમના ફૅન્સની ચિંતા વધી ગઈ છે. તેઓ પણ વિચારી રહ્યા છે કે એવું તે શું થઈ ગયું કે તેમને આવું લખવું પડ્યું. પોતાનો ફોટો ઍક્સ પર શૅર કરીને ધર્મેન્દ્રએ લખ્યું કે, પ્લીઝ એ વ્યક્તિ સાથે કદી પણ ચીટિંગ ન કરતા જે તમારા પર આંધળો વિશ્વાસ કરતી હોય.
ગુડબાય કિસ
કરીના કપૂર ખાન ગઈ કાલે તેના અપાર્ટમેન્ટ નીચે પતિ સૈફ અલી ખાનને ગુડબાય કિસ કરતી જોવા મળી હતી. તે કોઈ કામ માટે જઈ રહી હતી અને કારમાં બેસતાં પહેલાં તે સૈફને મળી હતી.
ગરમીથી બચવા બીચ વેકેશનનો સહારો
કિયારા અડવાણી હાલમાં બીચ વેકેશનની મજા માણી રહી છે. હાલમાં ખૂબ જ ગરમી પડી રહી છે અને દરેક એનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કિયારાએ એ માટે બીચ વેકેશનનો સહારો લીધો છે. તેણે કેટલાક ફોટો શૅર કર્યા છે, જેમાં એક ફોટોમાં ફ્રૂટ્સ પણ જોવા મળી રહ્યાં છે. એ ફોટોમાં અન્ય ફ્રૂટ્સની સાથે બે નારિયેળ દેખાઈ રહ્યાં હોવાથી તે પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગઈ હોવાની ચર્ચા છે. જોકે તે એક પણ ફોટોમાં દેખાતો નથી.
હબી વિરાટ સાથે અનુષ્કાની ડિનર-ડેટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી શનિવારે ક્વૉલિટી ટાઇમ પસાર કરવા બૅન્ગલોરમાં ડેટ પર નીકળ્યાં હતાં. વિરાટ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બિઝી છે. હસબન્ડને સપોર્ટ આપવા અનુષ્કા પણ સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. ક્રિકેટના હેક્ટિક શેડ્યુલ વચ્ચે અનુષ્કા અને વિરાટ રિલૅક્સ થવા માટે બહાર નીકળ્યાં હતાં. તેમનો આ ફોટો સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે. તેમણે હોટેલના સ્ટાફ સાથે પણ ફોટો ક્લિક કર્યો હતો. આ ફોટોની ખાસ વાત એ છે કે બધા બ્લૅક આઉટફિટમાં હતા.
ફ્રેન્ડને સપોર્ટ કરવાનું પડ્યું ભારે
‘પુષ્પા’થી ભારતભરમાં લોકપ્રિય થયેલા અલ્લુ અર્જુનને તેના ફ્રેન્ડને સપોર્ટ કરવાનું ભારે પડ્યું છે. અલ્લુ અર્જુન તેના ફ્રેન્ડ શિલ્પા રવિ ચન્દ્ર કિશોર રેડ્ડીને મળવા માટે ગયો હતો, જે યુવાજન શ્રમિક રાયથુ કૉન્ગ્રેસ પાર્ટી તરફથી ઇલેક્શન લડી રહ્યો છે. તેને સપોર્ટ કરવા અલ્લુ અર્જુન તેની વાઇફ સ્નેહા રેડ્ડી સાથે આંધ્ર પ્રદેશના નાંદ્યાલ ગયો હતો. તે આવ્યો હોવાની જાણ થતાં જ તેને જોવા માટે અઢળક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. આંધ્ર પ્રદેશમાં ઇલેક્શન હોવાથી આચારસંહિતા લાગુ થયેલી છે. એનું ઉલ્લંઘન થયું હોવાનું કહી પોલીસે તેના વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે.
દાદી-નાની સાથે મસ્તી કરી સોનમના દીકરાએ
સોનમ કપૂર આહુજાએ ગઈ કાલે મધર્સ ડે નિમિત્તે તેના દીકરા વાયુનો ફોટો શૅર કર્યો હતો. એ ફોટોમાં સોનમની મમ્મી સુનીતા કપૂર અને સાસુ પ્રિયા આહુજા જોવા મળે છે. ફોટોમાં જોવા મળે છે કે વાયુ પર સુનીતા અને પ્રિયા વહાલ વરસાવી રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી છે, ‘બાળક તેની દાદી અને નાની બન્ને સાથે સમય પસાર કરી રહ્યો હોય એનાથી વધુ સારાં અને કૃપા વરસાવનારાં કોઈ રિલેશન હોઈ શકે?’
મધર-ડૉટર ગોલ્સ
મધર્સ ડે એટલે મમ્મી માટે આભાર અને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ. આમ તો મમ્મીનું ઋણ કદી ન ચૂકવી શકાય. ગઈ કાલે મધર્સ ડેએ સેલિબ્રિટીઝ મમ્મી પર પ્રેમ ઠાલવી રહી હતી. તારા સુતરિયાએ તેની મમ્મી ટીના સુતરિયાનો જૂનો ફોટો શૅર કર્યો છે. સાથે જ તેની મમ્મી જેવો જ લુક તેણે પણ અપનાવ્યો અને બન્નેનો ફોટો પણ શૅર કર્યો હતો. તેની મમ્મી જેવો જ રેડ ડ્રેસ, એકસરખાં ઇઅર-રિંગ, હેર-સ્ટાઇલ અને મેકઅપ કર્યો હતો. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તારા સુતરિયાએ કૅપ્શન આપી, ‘મારી મમ્મીનો ૭૦ના દાયકાનો ફોટો મધર્સ ડેએ રીક્રીએટ કર્યો છે (આ ઇઅર-રિંગ મેં જાતે જ બનાવી છે, જેથી મમ્મી જેવો લુક રીક્રીએટ કરી શકું. આ એક કળા છે). હૅપી મધર્સ ડે.’
ફોટોગ્રાફર્સથી કેમ ગભરાઈ ગઈ પ્રીતિ ઝિન્ટા?
પ્રીતિ ઝિન્ટા હાલમાં મુંબઈમાં છે અને તે ફિલ્મ ‘લાહોર 1947’નું શૂટિંગ કરી રહી છે. તેને જોઈને ફોટોગ્રાફર્સ પ્રીતિને પોતાના કૅમેરામાં ક્લિક કરવા માગતા હતા. પ્રીતિનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે તે ફોટો ક્લિક કરવા માટે અનકમ્ફર્ટેબલ છે. વિડિયોમાં દેખાય છે કે તે એક બિલ્ડિંગમાં પ્રવેશ કરી રહી છે અને એ જ વખતે પાપારાઝી તેની પાછળ-પાછળ ધસી આવે છે. એથી પ્રીતિ તેમને કહી રહી છે કે ગાય્ઝ તમે તો મને ડરાવી રહ્યા છો. આમ છતાં પ્રીતિ સ્માઇલ સાથે તેમને ફોટો માટે પોઝ પણ આપે છે. એ વિડિયોને જોતાં લોકો પણ પાપારાઝીના વર્તનની નિંદા કરી રહ્યા છે.