08 November, 2022 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુ હવે તેની ફિલ્મ ‘યશોદા’ને પ્રમોટ કરવા માટે તેની ટ્રીટમેન્ટમાંથી બ્રેક લેશે. તે ઑટો-ઇમ્યુન કન્ડિશનની શિકાર છે જેને માયોસાઇટિસ કહેવામાં આવે છે. હરિ અને હરીશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ અગિયાર નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે એક દિવસ બ્રેક લેતાં સમન્થાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ‘મારા સારા મિત્ર રાજ નિદિમોરુએ કહ્યું હતું કે દિવસ ગમે એવો ખરાબ કેમ ન ગયો હોય; લાઇફમાં સ્નાન કરી, શેવિંગ કરી કામ પર હાજર થવું. ‘યશોદા’ના પ્રમોશન માટે મેં તેની પાસેથી એક દિવસ માટે તેનો સિદ્ધાંત ઉધાર લીધો છે. હું તમને બધાને અગિયાર તારીખે મળીશ.’