18 January, 2023 04:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન
શાહરુખ ખાનની ‘પઠાન’ની ડિજિટલ રિલીઝને લઈને દિલ્હી હાઈ કોર્ટે કેટલાક આદેશ આપ્યા છે. ૨૫ જાન્યુઆરીએ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ૨૫ એપ્રિલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. થિયેટર્સમાં રિલીઝ થવા અને ડિજિટલ રિલીઝ વચ્ચે સમય હોવાથી દિલ્હી હાઈ કોર્ટે આદેશ આપ્યો છે કે આ ફિલ્મમાં સબ-ટાઇટલ સાથે ક્લોઝ કૅપ્શનિંગ અને ઑડિયો ડિસ્ક્રિપ્શનનો પણ સમાવેશ કરવામાં આવે. શારીરિક રીતે અક્ષમ લોકો પણ ફિલ્મની મજા લઈ શકે એ હેતુને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈ કોર્ટે આ આદેશ આપ્યો છે. આને માટે મેકર્સને જેમ બને એમ જલદી એમાં બદલાવ કરીને ફરી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનમાં રી-સર્ટિફિકેશન આપવા કહ્યું છે. ૨૦ ફેબ્રુઆરી સુધી પ્રોડ્યુસર્સને ડિટેઇલ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે અને ૧૦ માર્ચ સુધી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને નિર્ણય લઈ લેવા માટે કહેવામાં આવ્યું છે.