28 January, 2025 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ, રાની મુખરજી, દીપિકા પાદુકોણ
ગયા વર્ષે ૮ સપ્ટેમ્બરે દીકરી દુઆને જન્મ આપ્યા પછી દીપિકા પાદુકોણ કોઈ પ્રોફેશનલ અસાઇનમેન્ટમાં જોવા નથી મળી. દીપિકા હાલમાં પોતાનો સંપૂર્ણ સમય દીકરી સાથે પસાર કરી રહી છે અને તેણે પોતાના કોઈ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ નથી કર્યું. જોકે હાલમાં ફૅશન-ડિઝાઇનર સબ્યસાચી મુખરજીની બ્રૅન્ડ સબ્યસાચીની પચીસમી ઍનિવર્સરી માટે એક શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપિકા પાદુકોણ રૅમ્પ-વૉક કરતી જોવા મળી હતી.
અદિતિ રાવ હૈદરી
શર્વરી વાઘ
સોનમ કપૂર
અનન્યા પાંડે
રૅમ્પ-વૉક કરતી દીપિકાનો લુક જોઈને તેના ફૅન્સને રેખાની યાદ આવી ગઈ હતી. આ રૅમ્પ-વૉકમાં દીપિકાએ વાઇટ પૅન્ટ, ટૉપ અને ટ્રેન્ચ કોટ પહેર્યાં હતાં. એ સાથે ગળામાં તેણે રુબી અને ડાયમન્ડનું ક્રૉસ પેન્ડન્ટ પણ પહેર્યું હતું. આ લુક સાથે તેણે વાળમાં હાઈ બન અને ચશ્માંનો ગેટ-અપ અપનાવ્યો હતો. દીપિકાના આ લુક સાથેના રૅમ્પ-વૉક બાદ તેના ચાહકો દીપિકાની તુલના અભિનેત્રી રેખા સાથે કરવા માંડ્યા છે. આ શોમાં દીપિકા ઉપરાંત બીજું કોણ-કોણ હતું એ જોઈ લો...