midday

વિરાટ-અનુષ્કાને અનુસરશે રણવીર-દીપિકા દીકરી માટે અપનાવશે નો ફોટો પોલિસી

16 September, 2024 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ કરીને તેઓ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પગલે ચાલશે
વિરાટ-અનુષ્કાની ફાઇલ તસવીર

વિરાટ-અનુષ્કાની ફાઇલ તસવીર

તાજેતરમાં જ પેરન્ટ્સ બનેલાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની બેબીગર્લ માટે "નો ફોટો પોલિસી` અપનાવશે એવું જાણવા મળ્યું છે. આમ કરીને તેઓ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પગલે ચાલશે. વિરાટ અને અનુષ્કા પહેલી વાર પેરન્ટ્સ બન્યાં ત્યારે તેમણે સેલિબ્રિટીઝનો પીછો કરતા ફોટોગ્રાફરોને રીતસર વિનંતી કરી હતી કે તેઓ તેમની દીકરીનો ફોટો ન પાડે મોટા ભાગના ફોટોગ્રાફરોએ આ વિનંતીને માન્ય રાખીને વિરાટ-અનુષ્કાની દીકરી વામિકાના ફોટો નહોતા પાડયા, વિરાટ- અનુષ્કાને ત્યાં હવે તો દીકરો અકાય પણ આવી ગયો છે અને તેનો ફોટો પણ ક્યાંય જોવા નથી મળ્યો. રણવીર-દીપિકા તેમની દીકરીનો ચહેરો જગતને ક્યારે દેખાડવો એ આગળ જઈને નક્કી કરશે. જોકે આ સંદર્ભમાં બન્નેએ પેપરાઝીને હજી સુધી કોઈ સત્તાવાર રિકવેસ્ટ નથી મોકલી.

Whatsapp-channel
deepika padukone ranveer singh virat kohli anushka sharma entertainment news bollywood bollywood news bollywood gossips