આવતી કાલથી ફરી થિયેટર ગજાવશે પદ્‍માવત

23 January, 2025 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘પદ્‍માવત’ની રિલીઝને પગલે આ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ સાથે થશે

ફિલ્મનું પોસ્ટર

સંજય લીલા ભણસાલી ભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની આવી જ એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે ‘પદ્‍માવત’. ૨૦૧૮માં રિલીઝ થયેલી આ ફિલ્મ એ વખતે બહુ ચર્ચાસ્પદ બની હતી. હવે આ ફિલ્મની રિલીઝને ૭ વર્ષ પૂરાં થઈ ગયાં છે ત્યારે આવતી કાલે ૨૪ જાન્યુઆરીએ આ ફિલ્મને રીરિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

‘પદ્‍માવત’ની રિલીઝને પગલે આ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની ‘સ્કાય ફોર્સ’ સાથે થશે. ૨૦૧૮માં આ ફિલ્મે દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. એ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરે બહુ સરસ ઍક્ટિંગ કરી હતી. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી, રઝા મુરાદ, જિમ સરભ તેમ જ અનુપ્રિયા ગોએન્કાનો પણ મહત્ત્વનો રોલ છે. 

padmavati shahid kapoor ranveer singh priyanka chopra entertainment news bollywood bollywood news box office