24 July, 2024 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
દીપિકા પાદુકોણ એક ફિલ્મ માટે ૨૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે બૉલીવુડની સૌથી વધુ પૈસા ચાર્જ કરનારી હિરોઇન છે. ત્યાર બાદ બીજા ક્રમે પંદર કરોડ સાથે આલિયા ભટ્ટ છે. ‘કલ્કિ 2898 AD’ની બૉક્સ-ઑફિસની સફળતાને આલિયા ભટ્ટ આ વર્ષે તેની એક કરતાં વધુ ફિલ્મો સાથે ઓવરટેક કરશે એવી સંભાવના છે. દીપિકા પ્રેગ્નન્ટ છે અને તે બહુ જલદી બાળકને જન્મ આપવાની છે. તેની ‘ગોલમાલ અગેઇન’નું શૂટિંગ પૂરું થયું છે અને એ આ વર્ષે રિલીઝ થશે. તેમ જ ‘કલ્કિ 2898 AD’ની સીક્વલ પણ આવવાની છે. દીપિકાએ બાળકને જન્મ આપવાની છે અને તે બ્રેક લેશે, પરંતુ તેણે હજી પણ તેની ફીમાં ઘટાડો નથી કર્યો. ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર હોય તો તે પંદર કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને હિરોઇન પર ફિલ્મ નિર્ભર હોય તો દીપિકા ૨૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયા બૉલીવુડમાં સૌથી વધુ ફી ચાર્જ કરતી હિરોઇનમાં બીજા ક્રમે છે. તે પંદર કરોડ ચાર્જ કરે છે. તેની આ વર્ષે ‘જિગરા’, ‘લવ ઍન્ડ વૉર’ અને ‘આલ્ફા’ રિલીઝ થવાની છે. આ ફિલ્મોને આધારે તે દીપિકા કરતાં બૉક્સ-ઑફિસ પર આગળ નીકળી શકે છે. આ લિસ્ટમાં કરીના કપૂર ખાન ૮થી ૧૧ કરોડની સાથે ત્રીજા ક્રમે છે. કૅટરિના કૈફ અને શ્રદ્ધા કપૂર એક ફિલ્મ માટે ૮-૧૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કિયારા અડવાણી, ક્રિતી સૅનન, કંગના રનૌત અને તાપસી પન્નુ પાંચથી આઠ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જાહ્નવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાન્ડે, ભૂમિ પેડણેકર, દિશા પાટણી, તબુ અને વિદ્યા બાલન એક ફિલ્મના પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.