02 September, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને બૉલીવુડના સુપરસ્ટાર કપલ રણવીર સિંહ-દીપિકા પાદુકોણના ઘરે પારણું બંધાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રણવીર અને દીપિકાએ ફેબ્રુઆરીમાં જાહેર કર્યું હતું કે તેઓ સપ્ટેમ્બર ૨૦૨૪માં પેરન્ટ્સ બનવાનાં છે.
૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ૨૦૧૮માં પરણેલાં રણવીર-દીપિકા લગ્નનાં ૬ વર્ષ પછી પહેલી વાર પેરન્ટ્સ બનવાનાં હોય ત્યારે ચર્ચા થાય એ સ્વાભાવિક છે, પણ આ ચર્ચામાં એક ધમાકેદાર ગૉસિપનો પણ ઉમેરો થયો છે.
એવી વાત જાણવા મળી છે કે રણવીર અને દીપિકાનું બાળક આ જગતમાં ૨૮ સપ્ટેમ્બરે અવતરવાનું છે. જો દીપિકાની આ ડ્યુ-ડેટ સાચી હોય અને ખરેખર એ જ દિવસે તે મમ્મી બને તો ગજબનો યોગાનુયોગ સર્જાશે. યોગાનુયોગ એ કે ૨૮ સપ્ટેમ્બર દીપિકાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ રણબીર કપૂરનો બર્થ-ડે છે. રણબીર અને દીપિકા એક સમયે ગાઢ રિલેશનશિપમાં હતાં, દીપિકાએ પોતાની ગરદન પર RKનું ટૅટૂ પણ કરાવ્યું હતું.