21 February, 2023 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : પલ્લવ પાલિવાલ
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ (Dadasaheb Phalke International Film Festival Awards) ૨૦૨૩નું સોમવારે રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ્સ ફંક્શનમાં સેલેબ્ઝનો જમાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં રેખા (Rekha), અનુપમ ખેર (Anupam Kher), આલિયા ભટ્ટ (Alia Bhatt), રિષભ શેટ્ટી (Rishab Shetty), વરુણ ધવન (Varun Dhawan), શ્રેયસ તલપડે (Shreyas Talpade), રોનિત રોય (Ronit Roy) અને મોહિત ચૌહાણ (Mohit Chauhan) સહિત બૉલીવુડના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. આ ઈવેન્ટના અનેક વીડિયો અને તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાંથી વરુણ ધવન અને અનુપમ ખેરે સૌથી વધુ લોકોનું ધ્યાન ખેચ્યું છે. બન્નેનું બોન્ડિંગ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વરુણ ધવન અનુપમ ખેરના પગે પડીને આર્શિવાદ લે છે તો અનુમપ ખેર તેને પપ્પી કરે છે. આ પછી બન્નેએ સાથે કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.
આ ઈવેન્ટમાં અનુપમ ખેર બ્લેક શર્ટ, મેચિંગ ટાઈ, ગ્રે બ્લેઝર, પેન્ટ અને શૂઝમાં પહોંચ્યા હતા. જ્યારે વરુણ ધવન બ્લેક જેકેટ અને ટી-શર્ટ સાથે પેન્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
આ પણ વાંચો - ‘પાંચ મિનિટ કા સુપરહીરો’ બનશે વરુણ ધવન?
આ વીડિયો જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે અને વરુણ તેમજ અનુપમના બોન્ડિંગની તારીફ કરી રહ્યાં છે. વરુણે પગે પડીને આર્શિવાદ લીધા એ જોઈને ફેન્સ ખુબ જ ખુશ થયા છે.
લોકો કમેન્ટસ કરી રહ્યાં છે કે, ‘વરુણની આ હરકતે દિલ જીત્યું છે’.
તો કોઈ કહી રહ્યું છે કે, ‘આ છે આપણી જુની પરંપરા’.
આ પણ વાંચો - `વેલેન્ટાઇન્સ ડે`નો કનસેપ્ટ ભારતનો હતો જ નહીં : અનુપમ ખેર
એક યુઝરનું કહેવું છે કે, ‘વરુણ પહેલેથી જ સંસ્કારી છે અને પરંપરા નિભાવતો આવ્યો છે.’
અનુપમ ખેરે જે રીતે વરુણ પર પ્રેમ વરસાવ્યો તેની પણ લોકો તારીફ કરી રહ્યાં છે.