27 September, 2022 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશા પારેખ (ફાઈલ તસવીર)
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.
આશા પારેખની કેટલીક આઇકૉનિક ફિલ્મો
79 વર્ષીય આશા પારેખે `દિલ દેકે દેખો`, `કટી પતંગ`, `ત્રીજી મંજિલ` અને `કારવાં` જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ `કોરા કાગજ`નું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.
બાળ કલાકાર તરીકે કરી શરૂઆત
આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.
જ્યારે પીટાઈ ગઈ હતા આશાની ફિલ્મ
ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત રજનીકાન્ત
...અને સ્ટાર બન્યાં આશા પારેખ
ફિલ્મમેકરનો દાવો હતો કે આશા પારેખ એક સ્ટાર એક્ટ્રેસ બનવા માટે કાબેલ નહોતાં. પણ બરાબર આઠ દિવસ પછી એ થયું જેણે બધાંને ચોંકાવી દીધા. ફિલ્મ નિર્માતા સુબોધ મુખર્જી અને લેખક-નિર્દેશક નાસિર હુસેને તેમને શમ્મી કપૂરની અપોઝિટ ફિલ્મ `દિલ દેકે દેખો` (1959)માં સાઇન કરી અને પછી ફિલ્મે આશા પારેખને સ્ટાર બનાવી દીધા. ત્યાર બાદ તેમણે કરિઅરમાં ક્યારેય પાછા ફરીને નથી જોયું.