19 August, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ, અર્શદ વારસી
‘કલ્કિ 2898 AD’ આ વર્ષે ૨૭ જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દેશ અને દુનિયામાં લોકોને ખૂબ ગમી હતી. જોકે અર્શદ વારસીને આ ફિલ્મમાં પ્રભાસ જોકર જેવો લાગ્યો હતો. નાગ અશ્વિને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન જોવા મળ્યાં હતાં. હવે એના બીજા પાર્ટની તૈયારીઓ ચાલી રહી છે. એવામાં ફિલ્મને લઈને અર્શદ વારસી કહે છે, ‘મેં ‘કલ્કિ 2898 AD’ જોઈ, મને એ ન ગમી. અમિતજી અદ્ભુત હતા. હું એ માણસને સમજી નથી શક્યો. ખરું કહું તો તેમનામાં જેટલો પાવર છે એમાંનો થોડો પણ જો મળી જાય તો લાઇફ બની જાય. તેઓ કમાલના છે.’
પ્રભાસની ટીકા કરતાં અર્શદ કહે છે, ‘પ્રભાસ, તારો રોલ જોઈને મને ખૂબ નિરાશા થઈ છે. તે જોકર જેવો કેમ દેખાતો હતો? મારે મૅડ મૅક્સ જોવી છે, મને એના બદલે મેલ ગિબ્સન જોવો ગમશે. તુમને ઉસકો ક્યા બના દિયા યાર. ક્યૂં કરતે હૈ ઐસા મુઝે નહીં સમઝ મેં આતા હૈ.’