19 January, 2023 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ અને અથિયા શેટ્ટી
અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે. એલ. રાહુલનાં લગ્નની મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે. નવી દુલ્હનનું શાનથી સ્વાગત કરવામાં આવે એ માટે કે. એલ. રાહુલના મુંબઈના મકાનને શણગારવામાં આવ્યું છે. આ બન્નેનાં લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાના ફાર્મહાઉસમાં ૨૩ જાન્યુઆરીએ કરવામાં આવશે. ૨૧ જાન્યુઆરીથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ જશે. લેડીઝ નાઇટથી સેરેમનીની શરૂઆત કરવામાં આવશે. બાદમાં બીજા દિવસે આયોજિત સંગીત સેરેમનીમાં સુનીલ શેટ્ટી અને તેની વાઇફ માના શેટ્ટી પર્ફોર્મ કરશે. અથિયા અને કે. એલ. રાહુલનાં લગ્નમાં માત્ર નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. બાદમાં ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડ્સ અને કલીગ્સ માટે ગ્રૅન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.