midday

કરપ્ટ ગ્રૅમી અવૉર્ડ્સ?

11 March, 2021 12:21 PM IST  |  Mumbai | Agencies

કરપ્ટ ગ્રૅમી અવૉર્ડ્સ?
કરપ્ટ ગ્રૅમી અવૉર્ડ્સ?

કરપ્ટ ગ્રૅમી અવૉર્ડ્સ?

બ્રિટિશ સિંગર અને ગીતકાર ઝૈન મલિકે ગ્રૅમી અવૉર્ડ્સ અને એની સાથે જોડાયેલા લોકોની ટીકા કરીને તેમને અપશબ્દો કહ્યા છે. તેનો આરોપ છે કે ગ્રૅમી અવૉર્ડ્સમાં પક્ષપાત કરવામાં આવે છે. જે લોકો તેમની સાથે સંપર્કમાં ન હોય તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો પણ તેણે આરોપ મૂક્યો છે. થોડા દિવસ પહેલાં સિંગર ધ વીકએન્ડ દ્વારા પણ આ અવૉર્ડ્સને કરપ્ટ કહેવામાં આવ્યા હતા. ઝૈનનો ‘વાઇબ્સ’ વિડિયો આ વર્ષે ૮ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો છે. ગ્રૅમી અવૉર્ડ્સની આકરા શબ્દોમાં નિંદા કરતાં ટ‍્વિટર પર ઝૈને ટ્વીટ કર્યું હતું કે ‘ગ્રૅમીઝ અને એની સાથે જોડાયેલા લોકોની હું નિંદા કરું છું. જો તમે એ લોકોની સાથે હાથ ના મિલાવો અને તેમને ગિફ્ટ‍્સ ન મોકલો તો તમારું નૉમિનેશન ગણવામાં નથી આવતું. આવતા વર્ષે હું હવે તેમને બાસ્કેટ ભરીને મીઠાઈ મોકલીશ. મારું આ ટ્વીટ કોઈના પર વ્યક્તિગત કે પછી કોઈની યોગ્યતા પર પ્રહાર નથી. જોકે નૉમિનેશનની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને જે પ્રકારે પક્ષપાત, રેસિઝમ અને જે રીતે વોટિંગની પ્રોસેસ પર રાજકારણનો પ્રભાવ પાડવામાં આવે છે એની હું વિરુદ્ધમાં છું.’

Whatsapp-channel
bollywood bollywood news bollywood ssips zayn malik