‘કોક સ્ટુડિયો ભારત ૨’ને શરૂ કરશે દિલજિત

08 February, 2024 06:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બીજી સીઝનમાં દિલજિતની સાથે નેહા કક્કડ, દિગ્વિજય સિંહ, શ્રેયા ઘોષાલ, એમસી સ્ક્વેર અને ધ ક્વિક સ્ટાઇલ જેવા ઘણા આર્ટિસ્ટ દેખાશે

દીલજીત દોસંજ

દિલજિત દોસંજ હવે ‘કોક સ્ટુડિયો ભારત’ની બીજી સીઝનને શરૂ કરવા માટે જઈ રહ્યો છે. નવ ફેબ્રુઆરીએ આ સીઝનનું પહેલું સૉન્ગ ‘મૅજિક’ લાઇવ થવાનું છે. ‘કોક સ્ટુડિયો ભારત’ની પહેલી સીઝનનાં ગીત ‘ખલાસી’, ‘હોરી રે રસિયા’ અને ‘ક્યા કરીએ કોરિમોલ’ ખૂબ જ ફેમસ થયાં હતાં. આ શોની બીજી સીઝન હવે શુક્રવારથી ઑનઍર થઈ રહી છે. આ બીજી સીઝનમાં દિલજિતની સાથે નેહા કક્કડ, દિગ્વિજય સિંહ, શ્રેયા ઘોષાલ, એમસી સ્ક્વેર અને ધ ક્વિક સ્ટાઇલ જેવા ઘણા આર્ટિસ્ટ દેખાશે.

entertainment news bollywood buzz bollywood news diljit dosanjh