10 May, 2023 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રેલર-લૉન્ચ પહેલાં જય શ્રી રામનો નાદ અને ભગવો ધ્વજ લહેરાયો થિયેટરમાં
‘આદિપુરુષ’ના ટ્રેલર-લૉન્ચ પહેલાં થિયેટરમાં જય શ્રી રામનો નાદ અને ભગવો ધ્વજ લહેરાતો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પ્રભાસે રામ ભગવાનનું પાત્ર ભજવ્યું છે તો સની સિંહ લક્ષ્મણના પાત્રમાં, ક્રિતી સૅનન સીતા અને સૈફ અલી ખાન રાવણના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલર-લૉન્ચ વખતે ભાગ્યે જ આવું જોવા મળે છે. આ એ જ ફિલ્મ છે જેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને રાવણની દાઢીને કારણે એને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે હવે ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે અને એ ટ્રેલરમાં જોઈ શકાય છે. આ ફિલ્મને સોળ જૂને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.