‘ચક દે ઈન્ડિયા’ ફેમ બૉલિવૂડ એક્ટર રિયો કાપડિયાનું મુંબઈમાં અવસાન

14 September, 2023 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. `દિલ ચાહતા હૈ` ફેમ એક્ટર રિયો કાપડિયા (Rio Kapadia)નું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બરે મુંબઈમાં કરવામાં આવશે

ફાઇલ તસવીર

બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. `દિલ ચાહતા હૈ` ફેમ એક્ટર રિયો કાપડિયા (Rio Kapadia)નું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બરે મુંબઈમાં કરવામાં આવશે. જોકે, હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. રિયો ઘણી ટીવી સિરિયલો અને મોટી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અભિનેતાએ આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરતાં રિયો (Rio Kapadia)ના નજીકના મિત્ર ફૈઝલ મલિકે એક મીડિયા હાઉસને કહ્યું કે, “મિત્રો ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે રિયો કાપડિયા હવે આપણી વચ્ચે નથી. તેમણે 14 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. આવતી કાલે એટલે કે 15 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બાકીની વિગતો સાંજ સુધીમાં પરિવાર દ્વારા જાહેર કરવામાં આવશે.

રિયોની છેલ્લી પોસ્ટ

રિયોએ 5 જૂને ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ કરી હતી. આમાં તેમણે પોતાના વેકેશનની કેટલીક ઝલક બતાવી હતી. પરિવાર સાથે રિયો યુરોપ ટ્રીપ પર ગયા હતા. પેરિસમાં બધાએ ખૂબ મજા કરી હતી. ફોટો અને વીડિયો શેર કરતાં રિયોએ કેપ્શનમાં લખ્યું હતું કે, “અમે યુરોપ ટ્રિપની છેલ્લી યાત્રામાં પેરિસ પહોંચી ગયા છીએ. એફિલ ટાવર પરથી પેરિસ જોવાનો પોતાનો અનોખો આનંદ છે. અમે આ સુંદર શહેરમાં અમારું છેલ્લું ડિનર લીધું હતું અને તે પણ પેરિસની ટોચની રેસ્ટોરન્ટમાં.”

રિયો ખૂબ જ ફિટનેસ ફ્રીક વ્યક્તિ હતી. પોતાના ડાયટની સાથે તેમણે પોતાના શરીર પર પણ ઘણું ધ્યાન આપ્યું હતું. અભિનેતાને મુસાફરીનો પણ ખૂબ શોખ હતો. તે અવારનવાર પરિવાર સાથે વેકેશન પર જતા હતા. રિયો ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ નહોતા. રિયો સ્પોર્ટ્સમાં સક્રિય હતા. તેમને સ્કેચિંગનો પણ ખૂબ જ શોખ હતો, પરંતુ જો આપણે તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર નજર કરીએ તો, રિયો પાસે ન તો કોઈ ખાસ ફેન ફોલોઇંગ હતી કે ન તો ઘણી બધી પોસ્ટ.

રિયો છેલ્લે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ `મેડ ઇન હેવન 2`માં જોવા મળ્યા હતા. અગાઉ વર્ષ 2021માં રિયોએ `ધ બિગ બુલ`માં અભિષેક બચ્ચન સાથે કામ કર્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિયોએ `હેપ્પી ન્યૂ યર`, `મર્દાની`, `પ્રધાનમંત્રી`, `હમ હૈ રાહી કર કે`, `શ્રી`, `એક અનહોની`, `મુંબઈ મેરી જાન` અને ‘દિલ ચાહતા હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે `ચક દે ઈન્ડિયા` (Chak De India)માં પણ કામ કર્યું છે. આ સિવાય તે ટીવીની દુનિયામાં પણ ખૂબ એક્ટિવ હતા. તેમણે સ્ટાર પ્લસની લોકપ્રિય ઐતિહાસિક સિરિયલ `મહાભારત`માં પાંડુની ભૂમિકા ભજવી હતી, જે વર્ષ 2013માં આવી હતી. આ સિવાય તેમણે `સપને સુહાને લડકપન કે`થી પણ ઘણી ઓળખ મળી હતી.

chak de! india bollywood bollywood news television news entertainment news