02 August, 2023 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગદર 2
સની દેઓલની ‘ગદર 2’નાં ૧૦ દૃશ્યો પર પણ સેન્સરબોર્ડની કાતર ફરી વળી છે. આ ફિલ્મમાં ઇન્ડિયા અને પાકિસ્તાનના સંબંધ દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મ ૧૧ ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે અને એમાં ૧૯૭૧ની ભારત-પાકિસ્તાન વૉરના પણ રેફરન્સ આપવામાં આવ્યા છે. આ ફિલ્મમાં હુલ્લડમાં લોકો જ્યારે ‘હર હર મહાદેવ’ બોલે છે એને કાઢી નાખવામાં આવ્યું છે. શિવતાંડવ શ્લોકને બદલે ‘અખંડ હૈ... વો સંગ હૈ’નો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘બાસ્ટર્ડ’ને બદલે ‘ઇડિયટ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિફેન્સ મિનિસ્ટરને ખોટી રીતે દેખાડવામાં આવતાં રક્ષા પ્રધાન કરવામાં આવ્યું છે. ત્રિરંગાને બદલે ઝંડા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગીતની લાઇન ‘બતા દે સખી’ને બદલે ‘બતા દે પિયા કહાં બિતાઇ શામ’નો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘દોનોં એક હી તો હૈ. બાબા નાનક ને ભી યહી કહા હૈ’ને બદલે ‘એક નૂર તે સબ જગ ઊપજે. બાબા નાનક ને ભી યહી કહા હૈ’ કરવામાં આવ્યું છે. આ સાથે જ ૧૯૭૧ની વૉર દરમ્યાનનાં જે સ્ટૅટિસ્ટિક્સ દેખાડવામાં આવ્યાં છે એ માટેના પુરાવા માગ્યા છે અને મેકર્સ દ્વારા જે શ્લોક અને મંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે એનું ટ્રાન્સલેશન પણ સબમિટ કરાવવામાં આવ્યું છે. સની દેઓલની આ ફિલ્મ બે કલાક પચાસ મિનિટની છે.