કૉલર-બોન પાસે દીકરીના નામનું ટૅટૂ કરાવ્યું રણબીરે

09 June, 2024 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનો ફોટો સેલિબ્રિટી હેર-સ્ટા​ઇલિસ્ટ આલિમ હાકિમે શૅર કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

રણબીર કપૂરનો નવો ડૅશિંગ લુક જોઈને લોકો પ્રભાવિત થયા છે. એનો ફોટો સેલિબ્રિટી હેર-સ્ટા​ઇલિસ્ટ આલિમ હાકિમે શૅર કર્યો છે. એ ફોટોમાં રણબીરના કૉલર-બોન પાસે બનેલું તેની દીકરી રાહાના નામનું ટૅટૂ પણ દેખાય છે. રણબીરના લુકને લોકોએ કિલર લુક કહ્યો છે. દીકરીના નામના ટૅટૂને જોઈને લોકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. રણબીર હાલમાં ‘રામાયણ’નું શૂટિંગ કરી રહ્યો છે, એમાં તે ભગવાન રામની ભૂમિકામાં દેખાશે. ભગવાન રામના પાત્રને સચોટતાપૂર્વક દેખાડવા માટે તે અતિશય મહેનત કરી રહ્યો છે. એને માટે જરૂરી ફિઝિકલિટી લાવવા એક્સરસાઇઝ કરતો તેનો વિડિયો પણ વાઇરલ થયો છે.

ranbir kapoor entertainment news bollywood bollywood news