`Tiger Zinda Hai`ના 7 વર્ષ પૂરાં, સલમાન ખાને લખ્યો હતો યાદગાર ડાયલોગ!

23 December, 2024 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tiger Zinda Hai: સાત વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં આજે પણ સલમાનના શાનદાર એક્શન અને તેમના ડાયલોગ્સ લોકો ભૂલ્યા નથી

`ટાઈગર ઝિંદા હૈ`નું પોસ્ટર

બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની સ્ટારર ટાઈગર (Tiger Zinda Hai) ફ્રેન્ચાઈઝી વિષે આજે વાત કરવી છે. સલમાન ખાનની આ ફ્રેન્ચાઇઝીએ આટલા વર્ષો બાદ પણ લોકપ્રિયતા જાળવી રાખી છે. આટલા વર્ષો દરમ્યાન એક્શન અને સ્ટોરીમાં તે ખૂબ જ વખણાઈ છે.

ખાસ તો સલમાનની ડાયલોગ ડિલિવરી અને પરફોર્મન્સએ આ ફ્રેન્ચાઈઝીની લોકપ્રિયતા  વધારી છે. તમને જણાવી દઈએ કે આજે આ શ્રેણીની બીજી ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ (Tiger Zinda Hai)ને 7 વર્ષ પૂરા થયા છે, આજે આ સાત વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં આજે પણ સલમાનના શાનદાર એક્શન અને તેમના ડાયલોગ્સ લોકો ભૂલ્યા નથી. શું તમે જાણો છો કે ‘ટાઈગર જિંદા હૈ’ નો એક આઇકોનિક ડાયલોગ સલમાને પોતે લખ્યો હતો?

સલમાન ખાને આ સ્ક્રિપ્ટમાં યોગદાન આપ્યું હતું – લખ્યો હતો યાદગાર ડાયલોગ

આજે જ્યારે આપણે આ સિક્વલને યાદ કરી રહ્યા છીએ ત્યારે ખાસ કહેવું જોઈએ કે સલમાન ખાને આ સ્પાઈ થ્રિલરની સ્ક્રિપ્ટમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે ફિલ્મનો યાદગાર ડાયલોગ લખ્યો હતો. અને તે છે, "ઉપરવાલા સિર દેખકર સરદારી દેતા હે, ઓર બહુત ખુશનસીબ કો યે મોકા દેતા હે” તમે નહીં માનો, આ ડાયલોગ થકી જ ફિલ્મને એક ખાસ રોનક મળી હતી. સલમાનની વર્સેટિલિટી અને અનુભવને જોતા, બોલિવૂડના આટલા મોટા સ્ટાર પાસેથી આટલી શાનદાર ક્રિએટિવિટીની અપેક્ષા તો હોય જ ને.

Tiger Zinda Hai: સલમાન ખાનની શાનદાર ડાયલોગ ડિલિવરી ઉપરાંત ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન પણ છે, જે દર્શકોને જકડી રાખે છે. સલમાનના પોતાના સ્ટન્ટસ પોતે જ કરે છે, જે તેની મહેનત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. ફિલ્મનું મ્યુઝિક આલ્બમ પણ એક મોટું હાઇલાઇટ છે, જેમાં એવા ગીતો છે જે સમગ્ર દેશમાં હિટ થયા હતા. ધમાકેદાર એક્શન, યાદગાર ડાયલોગ્સ અને શાનદાર મ્યુઝિકનું આ સંયોજન ‘ટાઈગર જિંદા હૈ’ ને એક બ્લોકબસ્ટર બનાવી દે છે.

‘ટાઈગર જિંદા હૈ’ (2017) (Tiger Zinda Hai) નું ડિરેક્શન અલી અબ્બાસ જફર દ્વારા કરવામાં આવ્યું હતું. અને આદિત્ય ચોપરાએ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફે ફરીથી સ્પાઈ એજન્ટ્સ ટાઈગર અને ઝોયાના પાત્રો ભજવ્યા હતા. આ એક્શન-થ્રિલરે દુનિયાભરમાં ₹565 કરોડથી વધુ કમાણી કરી હતી, જે તેને બોક્સ ઓફિસ પર હિટ બનાવી ગયું. ફિલ્મે ઘણા એવોર્ડ્સ જીતી અને સૌથી મોટા સ્પાઈ યુનિવર્સની શરૂઆત કરી.

સલમાન ખાનનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈદ 2025 નાં રોજ સાજિદ નાડિયાડવાલા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવનાર અને એ.આર. મુરુગડોસ દ્વારા ડિરેક્ટ થયેલી સિકંદર સાથે વાપસી કરવા તૈયાર છે.

Salman Khan sajid nadiadwala tiger zinda hai bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news