ટ્વિટર પર ઉઠી શાહરુખ અને દીપિકાની Pathaan ફિલ્મને બૉયકૉટ કરવાની માગ, શા માટે?

13 December, 2022 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની પઠાન ફિલ્મનું બેશરમ રંગ ગીત રિલીઝ થયા બાદ ટ્વિટર પર ફિલ્મને બૉયકૉટ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પણ શા માટે? જાણો

પઠાન ફિલ્મમાં શાહરુખ અને દીપિકા

આમિર ખાન (Aamir khan)અને કરીના કપૂર(Kareena Kapoor)ની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) બાદ હવે શાહરુખ ખાન (Shah Rukh Khan)અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ `પઠાન` (Pathaan)ને પણ બૉયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિલ્મનું પહેલું સોન્ગ `બેશરમ રંગ` ના રિલીઝ થયા હાદ તુંરત હૈશટૈગ બૉયકૉટ પઠાન ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યુ છે. ગીતમાં દીપિકા પાદૂકોણ અને શાહરુખ ખાનની સિઝલિંગ કેમેસ્ટ્રી બધાનું ધ્યાન ખેંચ્યુ છે અને તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. પરંતુ આની વચ્ચે સોશિયલ મીડિયા પર બૉયકૉટ ટ્રેન્ડ શરૂ થયો છે. 

મંદિર જવા પર ટીકા

શાહરુખ ખાન (Shah Rukh Khan)ની ફિલ્મ પઠાન (Pathaan)નું પહેલું ગીત રિલીઝ થતાં શાહરુખ ખાન વૈષ્ણવ દેવીના દર્શન માટે પહોંચ્યો હતો. જેને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ દીપિકા પાદુકોણના લુક્સ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: મા વૈષ્ણો દેવીના મંદિરમાં પહોંચ્યો કિંગ ખાન, આગામી ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના

ટ્વિટર પર #BoycottPathaan (બૉયકૉટ પઠાન)ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો અલગ-અલગ મુદ્દાઓને લઈ ફિલ્મને બૉયકૉટ કરવાની માંગ કરી રહ્યાં  છે. કેટલાક લોકો ફિલ્મનું નવું ગીત બેશરમ રંગમાં દીપિકાના કપડાને લઈ પોસ્ટ કરી રહ્યાં છે તો કેટલાક લોકો શાહરુખ ખાનના જૂના વીડિયો બહાર લાવીને મંદિર જવા પર ટ્રોલ કરી રહ્યાં છે.  

શાહરુખ ખાનના મંદિર જવાને એક સ્ટંટ ગણવામાં આવી રહ્યો છે. જો કે હજી ફિલ્મને બૉયકૉટ કરવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

 

 

 

 

bollywood news Shah Rukh Khan deepika padukone entertainment news pathan