‘Border 2’: 27 વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરશે ફૌજી: સની દેઓલે કરી મોટી જાહેરાત

13 June, 2024 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘Border 2’: સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફિલ્મને 27 વર્ષ પૂર્ણ થયાની શુભેચ્છા આપીને ફિલ્મના બીજા ભાગ ‘બોર્ડર 2’ની પણ જાહેરાત કરી દીધી છે.

સની દેઓલ ફાઇલ તસવીર

સની દેઓલ, સુનિલ શેટ્ટી જેકી શ્રોફ સહિતના અનેક સુપર હીટ એક્ટર્સને લઈને યુદ્ધના મહાકાવ્યનો અનુભવ કરાવતી વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોર્ડર’ને (‘Border 2’ Confirmed) આજે 27 વર્ષ પૂર્ણ થયા છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાર્તાને દર્શાવતી આ ફિલ્મ આજે પણ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં લોનગેવાલાની વાસ્તવિક યુદ્ધની વાર્તા પર આધારિત છે, જ્યાં લોનગેવાલા પર તહેનાત ભારતીય સેનાની એક નાની ટુકડીએ પાકિસ્તાની આર્મી સામે લડીને વિજય મેળવ્યો હતો. આજે 13 જૂન, 2024ના રોજ ‘બોર્ડર’ને 27 વર્ષ પૂર્ણ થયાના અવસર પર ફિલ્મના અભિનતા સની દેઓલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફિલ્મને 27 વર્ષ પૂર્ણ થયાની શુભેચ્છા આપીને ફિલ્મના બીજા ભાગ ‘બોર્ડર 2’ની પણ જાહેરાત કરી દીધી છે.

સની દેઓલે X પર લખ્યું હતું કે “એક ફૌજી તેના 27 વર્ષ જૂના વચનને પણ પૂર્ણ કરવા ફરી આવી રહ્યો છે. ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ, #Border2. ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહ (‘Border 2’ Confirmed) કરશે #TSeries #JPFilms. ‘બોર્ડર 2’ની જાહેરાત બાદ લોકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે, પણ તમને ખબર છે ‘બોર્ડર’ ફિલ્મનું શૂટિંગ જે રીતે કરવામાં આવ્યું હતું તે પાછળ અનેક રસપ્રદ સ્ટોરી છે. તો જાણીએ આ બાબતે.

‘બોર્ડર’નું શૂટિંગ રાજસ્થાનના થાર રણના વિશાળ વિસ્તાર, રેતીના ટેકરા અને નિર્જન ભૂમિની વચ્ચે, થયું હતું. "બોર્ડર,"ને ડિરેક્ટર જે.પી. દત્તાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બનાવીને તેમણે ભારતીય સશસ્ત્ર દળોની અવિનાશી ભાવનાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ફિલ્મિંગ થાર (‘Border 2’ Confirmed) રણમાં, "બોર્ડર" ને પ્રેરણા જે.પી. દત્તાના ડાયરીઓમાંથી મળી, જેમાં તેમના ભાઈના ભારતીય વાયુસેનાના પાયલોટ તરીકેના અનુભવોનો ઉલ્લેખ હતો, જેમને તેમણે આ ફિલ્મ સમર્પિત કરી હતી.

આ ફિલ્મનું શૂટિંગ 1971ના યુદ્ધના વાસ્તવિક સ્થળ બિકાનેરના (‘Border 2’ Confirmed) રણોમાં કરવામાં આવ્યું હતું, તેમ જ ફિલ્મ માટે ભારતીય સેનાએ અને વાયુસેનાએ વાહનો, હથિયાર અને હોકર હન્ટર વિમાનોન પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મને વધુ સત્ય બનાવવા માટે સૈનિકોની સાધનસામગ્રી, જેમ કે ટેન્ક, જીપ્સ અને ગોળાબારુદનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

1997માં, ‘બોર્ડર’ દેશની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ (‘Border 2’ Confirmed) બની હતી તેમ જ તે આંતરરાષ્ટ્રીય સ્તરે "દિલ તો પાગલ હૈ" પછી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મને ફિલ્મને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા હતા. જેમાં રાષ્ટ્રીય સમાકલન પર શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ ગીતકાર જાવેદ અખ્તર, અને શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરુષ માટે હરિહરનને સન્માનીત કરવામાં આવ્યા હતા. જેથી સની દેઓલે હવે ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરતાં એક નાનકડી કિલ્પ શૅર કરીને લોકોને આ ફિલ્મ ફરી યાદ કરાવી છે.

sunny deol jackie shroff suniel shetty upcoming movie bollywood news bollywood entertainment news