પોતાના ટ્રાન્સફૉર્મેશન માટે સ્વર્ગીય વાઇફ શ્રીદેવીને પ્રેરણા માને છે બોની કપૂર

20 August, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૮ વર્ષના બોની કપૂરે ૧૪ કિલો વજન ઘટાડ્યું છે

બોની કપૂર

બોની કપૂરે ગજબનું ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કર્યું છે. એના માટે તેમને સ્વર્ગીય વાઇફ શ્રીદેવી પાસેથી પ્રેરણા મળી છે. ૬૮ વર્ષના બોની કપૂરે ૧૪ કિલો વજન ઘટાડ્યું છે. તે સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે. દરેક વસ્તુની તે માહિતી આપે છે. અગાઉ પણ તેમણે ૧૪થી ૧૫ કિલો વજન ઘટાડ્યું હતું. એના માટે તેમણે હેલ્ધી ખોરાક લેવાની સાથે પૂરતી ઊંઘ લીધી હતી. હાલના પોતાના ટ્રાન્સફૉર્મેશન વિશે તેમણે ઇન્સ્ટાગ્રામ પર માહિતી શૅર કરી હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બોની કપૂરે કૅપ્શન આપી, ‘મારા વાળ ઘટ્ટ થઈ રહ્યા છે. હું હવે બહેતર દેખાઉં છું. ૧૪ કિલો વજન ઘટાડ્યું છે અને હજી ૮ કિલો ઘટાડવાનું છે. મારી પ્રેરણા મારી જાન છે. તેના વિચારો હંમેશાં મારી સાથે છે. તે મારી સાથે જ છે.’

boney kapoor sridevi entertainment news bollywood bollywood news