અરિજિત સિંહને બૉમ્બે હાઈ કોર્ટે આપી રાહત

01 August, 2024 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંગરના નામ અને અવાજનો કોઈ પ્લૅટફૉર્મ નહીં કરી શકે ઉપયોગ

અરિજિત સિંહ

અરિજિત સિંહની અરજી પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે કે તેની મંજૂરી વગર તેના નામ, તેનો અવાજ અને તેની ઇમેજનો ઉપયોગ કોઈ પણ પ્લૅટફૉર્મ નહીં કરી શકે. એવાં આઠ પ્લૅટફૉર્મને તેનો અવાજ, તેની પર્સનાલિટીનો ઉપયોગ કર્યો હોય એવી કન્ટેન્ટ હટાવવાના આદેશ કોર્ટે આપ્યા છે. આર્ટિ​ફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ દ્વારા તેના વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે છે એવું કોર્ટના ધ્યાનમાં આવ્યું છે. અરિજિતની અપીલ પર આદેશ આપતાં જસ્ટિસ આર. આઇ. ચાગલા કહે છે, ‘ભાષણ અને અભિવ્યક્તિની આઝાદી ટીકા અને ટિપ્પણીની પરવાનગી આપે છે, પરંતુ વ્યાવસાયિક લાભ કમાવવા માટે કોઈ સેલિબ્રિટીઝની છબી, અવાજનો ઉપયોગ કરવાની પરવાનગી નથી આપતી. આર્ટિ​ફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરીને પ્લૅટફૉર્મ્સ ફેમસ સેલિબ્રિટીઝની ઓળખ અને તેમની છબીનો ઉપયોગ બેફામ કરે છે. એને કારણે સેલિબ્રિટીઝની પ્રતિષ્ઠા અને વ્યક્તિગત ઓળખને નુકસાન પહોંચે છે.’

arijit singh bombay high court entertainment news bollywood bollywood news