10 September, 2019 12:00 PM IST |
આમિર ખાન આખરે ગુલશનકુમાર બનવા જઈ રહ્યો છે. ટી-સિરીઝની સ્થાપના કરનાર ગુલશનકુમારની બાયોપિક ‘મોગુલ’માં પહેલાં અક્ષયકુમાર કામ કરવાનો હતો. જોકે કોઈ મતભેદને કારણે તેણે ફિલ્મ છોડી હતી. આ ફિલ્મ છોડ્યા બાદ આમિર ખાને એને ભૂષણકુમારની સાથે પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો હતો. તેના પ્રોડ્યુસર બનતાં એવી વાત ચાલી હતી કે તે જ આ ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરશે.
આ ફિલ્મના ડિરેક્ટર સુભાષ કપૂર પર સેક્સ્યુઅલ હૅરેસમેન્ટનો આરોપ મુકતા તેણે ફિલ્મ છોડી દીધી હતી. જોકે તેણે ફરી એ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે અને એ પહેલાં તેણે પૂરતી તપાસ પણ કરી હતી. સુભાષ કપૂરે ક્યારેય તેના કામના સ્થળે કોઈ સાથે છેડતી નહોતી કરી. આ સાથે જ તેમની સાથે કામ કરનાર દસ-બાર મહિલાઓનો પણ તેના સ્વભાવ વિશે પૂછતાંછ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ આમિર ફરી ફિલ્મ સાથે જોડાયો છે.
આ પણ વાંચો: પૃથ્વીરાજ ચૌહાણ બનવાનો ગર્વ છે અક્ષયકુમારને
ગુલશનકુમાર બનવા વિશે જણાવતા આમિરે કહ્યું હતું કે ‘પ્રોડ્યુસર તરીકે મેં હામી ભરી ત્યાર બાદ મેં કાસ્ટિંગ વિશે ચર્ચા શરૂ કરી હતી. મને ખબર હતી કે અક્ષયકુમાર અને ભૂષણકુમાર વચ્ચે કોઈ વાતચિત આગળ નહોતી વધી. એમ છતાં મેં ફરી તેને ઑફર કરી હતી. તે આ ફિલ્મ કરવા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ એ વાત આગળ નહોતી વધી. ત્યાર બાદ આ ફિલ્મ મેં વરુણ ધવનને ઑફર કરી હતી, પરંતુ તે ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે. ત્યાર બાદ મેં કપિલ શર્માનો સંપર્ક કર્યો હતો, પરંતુ વાત આગળ નહોતી વધી. ત્યાર બાદ ભૂષણે મને કહ્યું હતું કે આપ પુરી દુનિયા ઘૂમ કર આ ગયે હો, લેકિન મેરે ફાધર કા રોલ કરના આપ હી કો હૈ. આ ફિલ્મ હું કરી રહ્યો છે એવું નિયતીમાં લખાયેલું છે એવું તેનું માનવું હતું. આથી મેં એ માટે હા પાડી દીધી છે.’