15 September, 2024 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન બૉડીગાર્ડ સાથે
બૉલીવુડના સુપરસ્ટારોનું રક્ષણ કરતા બૉડીગાર્ડ્સને વર્ષે કેટલા રૂપિયા મળે છે એની માહિતી હમણાં સામે આવી છે. એના મુજબ ભારતીય સિનેમાજગતમાં સૌથી વધુ પૈસા શાહરુખ ખાનના બૉડીગાર્ડને મળે છે. શાહરુખને દસેક વર્ષથી રવિ સિંહ નામનો બૉડીગાર્ડ પ્રોટેક્ટ કરે છે અને તેને એના બદલામાં વર્ષે ૨.૭ કરોડ રૂપિયાનું પૅકેજ મળે છે.
જોકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફેમસ બૉડીગાર્ડ શેરા છે, જે સલમાન ખાન સાથે હંમેશાં પડછાયાની જેમ રહે છે. શેરાને વર્ષે બે કરોડ રૂપિયાનું મહેનતાણું મળે છે. તે સલમાન સાથે છેલ્લાં પંદરેક વર્ષથી છે.
આમિર ખાનના બૉડીગાર્ડ યુવરાજ ઘોરપડેને પણ વર્ષે બે કરોડ રૂપિયાનો પગાર મળે છે. યુવરાજ પહેલાં બૉડીબિલ્ડિંગમાં કરીઅર બનાવવા માગતો હતો, પણ કોઈક કારણસર ત્યાં નસીબે સાથ ન આપ્યો અને તે આમિરનો બૉડીગાર્ડ બની ગયો.
શ્રેયસ થેલે માત્ર અક્ષયકુમારનો નહીં, અક્ષયના દીકરા આરવનો પણ બૉડીગાર્ડ છે અને તેને વર્ષે ૧.૨ કરોડ રૂપિયા મળે છે. હૃતિક રોશનના બૉડીગાર્ડ મયૂર શેટ્ટીગરને પણ વર્ષે ૧.૨ કરોડ રૂપિયા મળે છે, જ્યારે દીપિકા પાદુકોણના બૉડીગાર્ડ જલાલને ૮૦ લાખ રૂપિયાથી ૧.૨૦ કરોડ રૂપિયા મળતા હોવાનો અહેવાલ છે.